________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | શ્લોક-૨ શ્લોકાર્ચ -
જેમાં=જે કાર્યમાં, સમગ્ર સામગ્રી છે તે તે કાર્ય, અક્ષેપથી સિદ્ધ થાય છે. વળી, ઘણા પણ કાળથી વિકલપણામાં સકલ સામગ્રીના વિકલપણામાં, ક્યારે પણ સિદ્ધ થતું નથી તે કાર્ય સિદ્ધ થતું નથી. રા. ટીકા :
“સમગ્ર રિપૂf “યત્ર' સર્વે ‘સામી’ સમગ્રસંગોળાક્ષT મવતિ “ત' સાર્થમ્ “અક્ષરેન' अविलम्बेन 'सिद्ध्यति' निष्पद्यते, अन्यथा सामग्रीसमग्रताऽयोगात् अत्रैव व्यतिरेकमाह-'दवीयसाऽपि' अतिचिररूपतया दूरतरवर्तिनाऽपि 'कालेन वैकल्ये तु' सामग्रिकाया विकलतायां पुनर्न जातुचित्'
તરિતીતિ તારા ટીકાર્ચ -
સા' વિપતિ જે કાર્યમાં સમગ્ર સામગ્રી છે=સમગ્ર સંયોગરૂપ એવી પરિપૂર્ણ સામગ્રી છે, તે કાર્ય વિલંબન વગર નિષ્પન્ન થાય છે. અન્યથા સામગ્રીની સમગ્રતાના અયોગને કારણે આમાં જ=કાર્યસિદ્ધિમાં જ, વ્યતિરેકને કહે છે કાર્યસિદ્ધિ થતી નથી એ રૂ૫ વ્યતિરેકને શ્લોકના ઉત્તરાઈને કહે છે. અતિચિરરૂપપણાથી દૂરવર્તી પણ કાળથી વૈકલ્યમાં વળી=સામગ્રીની વિકલતામાં વળી, ક્યારેય પણ કાર્ય સિદ્ધ થતું નથી.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. રા. ભાવાર્થપૂર્વ શ્લોકમાં કહ્યું કે આશય આદિને ઉચિત સેવાયેલું અનુષ્ઠાન સાધ્યસિદ્ધિનું અંગ છે. કઈ રીતે તે સાધ્ય સિદ્ધિનું અંગ છે ? તે સ્પષ્ટ કરે છે – જેમ કોઈ પુરુષ ઘટનો અર્થી હોય અને ઘટનિષ્પત્તિને અનુકૂળ દંડ, ચક્ર આદિ સર્વ બાહ્ય સામગ્રી હોય અને તે પુરુષ ઘટ બનાવવામાં કુશળ હોય અને કુશળતાપૂર્વક ઘટ બનાવવાની ક્રિયા કરતો હોય તો અલ્પકાળમાં ઘટ નિષ્પન્ન થાય છે, તેમ જે મહાત્મા સંકલેશના ક્ષયરૂપ આત્માની અસંગ શક્તિરૂપ કાર્યને પ્રગટ કરવા અર્થે ઉચિત બાહ્ય સામગ્રી અને ઉચિત અંતરંગ સામગ્રીથી યુક્ત થઈને પ્રવજ્યા ગ્રહણ કરે તો પ્રવ્રજ્યાના પાલન દ્વારા પાપથી પર થવા માટેનો જે પ્રકૃષ્ટથી યત્ન શાસ્ત્રકારો કરવાનું કહે છે તે પ્રકારે પરિપૂર્ણ સામગ્રીના બળથી યત્ન કરીને આત્માને પ્રવજ્યાકાળમાં તત્ત્વજ્ઞાનના સંસ્કારથી વાસિત કરી શકે છે અને પ્રતિદિન તત્ત્વજ્ઞાનના સંસ્કારની વૃદ્ધિને કારણે તે મહાત્મા શીધ્ર સર્વક્લેશના ક્ષયરૂપ સાધ્યને પ્રાપ્ત કરી શકે છે. કદાચ આ ભવમાં સાધ્યની નિષ્પત્તિ સુધી પૂર્ણ કાર્ય થયું ન હોય તો અન્ય ભવમાં પણ ફરી તે કાર્યનો આરંભ કરીને અલ્પકાળમાં અવશ્ય સંસારનો ક્ષય કરશે અને જે મહાત્મા કલ્યાણના અર્થી છે