________________
૧૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫, ૬ ઉપદેશકના ઉપદેશ દ્વારા ધર્મગ્રહણ કરવાને સન્મુખ થયેલો હોય અને ભગવાને કહ્યા પ્રમાણે મોક્ષ અને મોક્ષમાર્ગમાં તેને સ્થિર રુચિ થયેલી ન હોય તેના કારણે માત્ર વ્રતગ્રહણ કરીને દેશવિરતિ પાલન કરવાને અભિમુખ પરિણામવાળો છે તેવા શ્રોતાને ઉપદેશક દેશવિરતિ આપે તો તેનામાં સમ્યગ્દર્શનનો પરિણામ નહિ હોવાને કારણે તેવા જીવો માટે અણુવ્રતોનું ગ્રહણ ન્યાય નથી; કેમ કે તે શ્રોતાએ ભગવાનનાં વચનના પરમાર્થને શાસ્ત્રવચન દ્વારા, યુક્તિ દ્વારા અને અનુભવ દ્વારા સ્થિર નહિ કરેલ હોવાથી પારમાર્થિક દેશવિરતિના પરિણામમાં તેને રુચિ ઉત્પન્ન થઈ નથી, માત્ર બાહ્ય આચરણાત્મક ધર્મમાં તેને રુચિ થયેલ છે, તેથી તેવા શ્રોતાને સર્વવિરતિનું કારણ બને અને ક્રમે કરીને મોક્ષનું કારણ બને તેવી દેશવિરતિ વ્રતગ્રહણ કરવા માત્રથી નિષ્પન્ન થતી નથી, તેથી ઉપદેશકે એવા શ્રોતાને વ્રત આપતાં પૂર્વે જિનવચનનો સૂક્ષ્મ બોધ થાય એ પ્રકારે ઉપદેશ આપીને તેને વ્રત આપવાં ઉચિત ગણાય.
અહીં વિશેષ એ છે કે શાસ્ત્રમાં અપુનબંધકને પણ દીક્ષા લેવાના અધિકારી કહ્યા છે. તેનું કારણ કેટલાક શ્રોતા તેવી તીક્ષ્ણ બુદ્ધિવાળા નથી જેથી ઉપદેશ દ્વારા જિનવચનના પરમાર્થને સ્પર્શી શકે તોપણ માર્ગાનુસારી સ્કૂલબોધના કારણે તેઓને સર્વવિરતિધર્મની રુચિ થયેલી છે અને ગીતાર્થના સાન્નિધ્યના બળથી પ્રતિદિન નવું નવું શ્રુતઅધ્યયન અને સંયમની ઉચિત ક્રિયા દ્વારા તેઓને ક્રમસર સૂક્ષ્મ બોધ થાય છે, તેથી તેવા જીવો ગુણવાનના પારતંત્રના બળથી પાછળથી સમ્યક્ત પામશે અને તેની પ્રાપ્તિમાં ગ્રહણ કરાયેલ દીક્ષા અને ગીતાર્થ ગુરુનું પાતંત્ર્ય અને ગીતાર્થ ગુરુ પાસેથી પ્રાપ્ત થતું નવું નવું શ્રુત પ્રબળ કારણ છે, તેથી અપવાદથી તેવા જીવોને પણ માર્ગપ્રવેશ માટે દીક્ષા આપે છે છતાં સામાન્યથી જે શ્રોતા ઉપદેશકના ઉપદેશ દ્વારા સમ્યક્ત પામી શકે તેમ છે તેવા શ્રોતાને તો સમ્યક્ત પ્રાપ્ત કરાવીને અણુવ્રતાદિનું પ્રદાન ઉચિત છે. પ/૧૩૮
અવતરણિકા :
सम्यग्दर्शनमेव यथा स्यात् तथाऽऽह - અવતરણિયાર્થ:
સમ્યગ્દર્શન જ જે પ્રમાણે થાય તે પ્રમાણે કહે છે – ભાવાર્થ :
ઉપદેશક યોગ્ય શ્રોતાને ધર્મગ્રહણ કરવાને અભિમુખ થયેલો જાણીને જો તેનામાં સમ્યગ્દર્શન નથી તેવો નિર્ણય થાય તો જે રીતે તેને સમ્યગ્દર્શન થાય તે રીતે બતાવે છે –
સૂત્ર :
जिनवचनश्रवणादेः कर्मक्षयोपशमादितः सम्यग्दर्शनम् ।।६/१३९ ।।