Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
આત્મસિદ્ધિશાસ્ત્ર
મંદિરના શિખરે, જાણે સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવી જગતના ચોકમાં દિવ્ય પ્રકાશ પાથરતી રત્નદીપિકાઓ પ્રગટાવતા હોય એમ પૂર્ણ તત્ત્વકળાપૂર્ણ રાજચંદ્ર આ પૂર્ણકળામય પંચદશ ગાથાથી આ શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિ કરે છે.’૧
ગાથા ૪૨માં શ્રીમદે કહ્યું હતું કે મોક્ષમાર્ગ સમજાય તે હેતુથી આત્માનાં છ પદને ગુરુશિષ્યસંવાદ દ્વારા અહીં કહું છું. વળી, ગાથા ૪૪માં કહ્યું હતું કે ષડ્દર્શનની પ્રયોજનભૂત તત્ત્વચર્ચા આ ષટ્પદમાં સમાવેશ પામી જાય છે. તદનુસાર શ્રીમદે ગુરુશિષ્યસંવાદ દ્વારા ષડ્દર્શનવ્યાપક ષપદનો ઉપદેશ આપ્યો. હવે આ વિષયનો ઉપસંહાર કરતાં શ્રીમદ્ લખે છે
६
ગાથા
અર્થ
-
‘દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.' (૧૨૮)
છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. (૧૨૮)
નિજપદનું અજ્ઞાન નિવારી, સભ્યજ્ઞાન મેળવવા માટે અનેક તત્ત્વચિંતકોએ ભાવાર્થ ભિન્ન ભિન્ન દેશ-કાળમાં જે જે ઉપાયો પ્રયોજ્યા, તેમાંથી મુખ્યત્વે છ દર્શન અસ્તિત્વમાં આવ્યાં - જૈન, બૌદ્ધ, સાંખ્ય-યોગ, નૈયાયિક-વૈશેષિક, મીમાંસા અને ચાર્વાક. આત્મતત્ત્વ અંગે આ છ દર્શન દ્વારા થયેલ સર્વ વિચારણા આત્માનાં છ પદમાં સમાઈ જાય છે.
સ્યાદ્વાદનો આશ્રય લઈ આ છ પદની વિસ્તારથી વિચારણા કરવામાં આવે તો આત્માના સ્વરૂપ વિષે કોઈ પણ પ્રકારની શંકા રહે નહીં. છ પદમાં નિઃશંકતા થવી તે જ સમકિત છે, કારણ કે તેથી વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય છે, શ્રદ્ધાય છે. શ્રીમદે‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આ છ પદની સમજણ આપી છે. અન્ય દર્શનકાર જ્યાં એકાંત પક્ષ પકડીને અટકી પડ્યા છે અને તેના પરિણામે તેમના પ્રતિપાદિત કરેલા ન્યાયમાં જે જે દોષ આવે છે, તે તે દોષ શ્રીમદે કુશળતાથી શિષ્યની આશંકારૂપે રજૂ કર્યા છે અને પછી શ્રીગુરુ દ્વારા તેનું યથાર્થ સમાધાન કર્યું છે. સર્વદર્શનો અપેક્ષાએ ખરાં છે એમ બતાવી, અનેકાંતશૈલીથી તત્ત્વનું નિરૂપણ કર્યું છે.
Jain Education International
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, રાજ્યોતિ મહાભાષ્ય', પૃ.૪૯૫
૨
*ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહિ.' (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૪૨) 3- ‘પ્રસ્થાનક સંક્ષેપમાં, ષટ્કર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ
એહ.' (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૪૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org