Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૧૨૮
નિષ્કારણ કરુણાશીલ એવા શ્રીગુરુએ અપૂર્વ ઉપકાર કરી આત્માર્થે ઉપદેશ ભૂમિકા
"] આપ્યો, જે સમજાવાથી શિષ્યને આત્માનું ભાન થયું, બોધબીજની પ્રાપ્તિ થઈ. શ્રીગુરુનો તે ઉપકાર વેદાતાં સુશિષ્યને અપૂર્વ ભક્તિ ઉત્પન્ન થઈ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પરમ વિનયવંત શિષ્યને જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ પ્રગટે છે, જેનો ઉલ્લેખ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન વિભાગની નવ ગાથાઓમાં જોવા મળે છે. તેમાં છ પદની સમજણનો સાર સ્વાનુભવની અભિવ્યક્તિના આકારમાં દર્શાવ્યા પછી મોક્ષમાર્ગ બતાવવારૂપ જે કરુણા શ્રીગુરુએ કરી તે અર્થે અત્યંત ઉલ્લાસપૂર્વક તેમનો ઋણસ્વીકાર ભાવયુક્ત તથા અર્થગંભીર શબ્દોમાં આલેખ્યો છે. તેમાં શ્રીમદે રજૂ કરેલો ગુરુભક્તિનો આદર્શ જોઈ શકાય છે. આત્માનું પરમ હિત કરનાર શ્રીગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ દર્શાવનારી સર્વોત્કૃષ્ટ ગાથાઓની ભેટ આપી, શ્રીમદ્ હવે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ના સમાપન તરફ વળે છે. તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા અપૂર્વ ગ્રંથની પૂર્ણાહુતિ ૧પ ગાથાના ભવ્ય ઉપસંહાર દ્વારા કરે છે. આ શાસ્ત્રનાં પ્રત્યેક અંગની જેવી રીતે કોઈ ને કોઈ વિશિષ્ટ લાક્ષણિકતા છે, તેવી રીતે એનો ઉપસંહાર પણ અદ્ભુ ત છે.
ઉપ = સમીપ; સંહાર = નાશ, વિધ્વંસ. સમીપ રહીને નાશ કરનાર તે ઉપસંહાર. મુમુક્ષુ જીવના દોષોનો અત્યંત નિકટતાથી, સંપૂર્ણતાથી, નિશ્ચિતપણે છેદ ઉડાડનાર આ ઉપસંહાર એક સ્વતંત્ર શાસ્ત્રની ગરજ સારે એટલી સમૃદ્ધિ સમાવીને બેઠો છે. પુનઃ પુનઃ વિચારવા યોગ્ય, અભ્યાસ કરવા યોગ્ય, ભાવવા યોગ્ય અર્થગંભીર ગાથાઓનો આ ક્રમબદ્ધ પ્રવાહ આત્માર્થીના અંતરમાં અહોભાવ તથા પ્રસન્નતા પ્રગટાવે છે. સત્પરુષનાં એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે - આ કથનની યથાર્થતા અત્રે પ્રત્યક્ષ સમજાય છે. સ્વહિત સાધવા તત્પર એવો વિવેકી જીવ પોતાની વર્તમાન દશા અનુસાર પોતાને શું હિતકારી છે અને શું અહિતકારી છે તેનો નિર્ણય આ ઉપસંહાર દ્વારા કરી શકે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ઉપસંહારની પ્રશસ્તિ કરતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
આત્મસિદ્ધિ સિદ્ધ કરાવનારા આ આત્મસિદ્ધિ પ્રાસાદનું આવું ભવ્ય નિર્માણ કરી, આ દિવ્ય આત્મસિદ્ધિપ્રાસાદના શિખરે જાણે અમૃતસંકૃત સુવર્ણકળશ ચડાવતા હોય આ જગદ્ગુરુ પંચદશ ગાથાનો ભવ્ય ઉપસંહાર કરે છે; મેરુ સમા ઉન્નત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org