________________
પ્રવચન ૯૬ મું.
[ ૫
ત્રસકાયનું બજાર બંધ કરે છે ને ? આ વિચારશે ત્યારે માલમ પડશે કે ચાહે જે ધર્મ કરીએ પણ જ્યાં સુધી અગીઆર પાપસ્થાનકની કમિટિમાંથી રાજીનામું ન આપીએ ત્યાં સુધી અવિરતિના પાપથી છૂટી શકતા નથી. એક ભાગીદારીમાં દસ્તાવેજ રજીષ્ટર કરાવ્યો પછી ઘરે બેસી રહે તે પણ પેઢીના નુકશાનના જોખમદાર ખરા કે નહિં ? એક વખતે પેઢી કબૂલ કરી પણ જ્યાં સુધી ફારગતિ ન કરે ત્યાં સુધી તેના જોખમદાર તમે છો. તમે અગીઆર અગર બારની કમિટીના મેમ્બર થયા તે પણ અહીં બેઠા પણ જોખમદારી તમારે માથે વળગેલી છે. અગીઆરના બજારને છોડીને કરેલાં સામાયક પોષહમાં પણ અગીઆરના બજારમાં ખલેલી પેઢીની ભાગીદારીનું નુકશાન તમારે ગળે લાગેલું છે. જે બાબતને અત્યારે વિચાર અને વચનપ્રવૃત્તિ નથી છતાં તે બાબતનું એટલે અવિરતિભાવપણાનું પાપ કેમ લાગે તેમણે સમજવું કે ભૂલભૂલામણીમાં સહી આપી તે પેઢીને અંગે વચનપ્રવૃત્તિ કે મન સૂઈ જાય, સ્વપ્રમાં પણ પેઢીની વાત ન હોય તે ત્યાં થતા ફાયદે માલમ પડે તે લેવા જાઓ કે નહિ? અને નુકશાન હોય તે લેવા આવે કે નહિ? જે બાબત મન-વચનકાયા કે સ્વમમાં પણ નહોતી તે પણ ગળે વળગી. અવિરતિ કુ. સાથે ફારગતિ કરી રાજીનામું આપે
તે જ પાપથી છૂટી શકે. - એક વખત ભાગીદારી દસ્તાવેજ કરી નક્કી કરી છે, પછી ભલે મન-વચન-કાયાના યોગો ન હોય, તેમાં જ્યારે તમે ફારગતિ કરી ઘો ત્યારે જ છૂટી શકે છે. હવે જે કરે તે તમારા જોખમે, મારે કોઈ જાતને કંપનીમાં સંબંધ નથી, આવું ફખી રીતે રાજીનામું ન આપે ત્યાં સુધી છૂટી શકશે જ નાહ. તમે તે અવિરતિ બજારની કમિટીમાં પાંચ ઈન્દ્રિય, છકાય અને મન-માંકડાના બજારમાં મેમ્બરગીરી કરી છે અને રાજીનામું આપ્યા સિવાય ફરવા નીકળ્યા છો, એટલા માત્રથી જવાબદારીમાંથી તમે મુક્ત થઈ શકતા નથી. આ વિચારશો એટલે સામાયિકમાં, પોષહમાં, યાત્રામાં છે કે ચાહે તે ધર્મકાર્યમાં છે