________________
૪]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
વિગેરે કેઈએ પણ સસલાનું શીંગડું દીધું ? (સભામાંથી) ના છે. આ ઉપરથી તીર્થકર અથવા કર્ણ વિગેરે કંજુસ ખરા કે નહિં? સસલાનું શીંગડું ન આપ્યું તેટલા માત્રથી કંજુસ નહિં. મહાત્યાગીએ પણ સસલાનું શીંગડું દઈ શકતા નથી. વસ્તુ વિદ્યમાન હોય તે જ દઈ શકાય છે ને વિદ્યમાન હોય તે જ દેખી શકાય છે. પોતાના રોગ્ય વિષયમાં પદાર્થ રહેલો હોય તે જ દેખાય છે. અને તે અપેક્ષાએ કદી તમે એમ કહી શકે કે અમારામાં મિથ્યાત્વ છે નહિ, તેથી અમે દેખતા નથી. જો કે આ તે એક તમારી તરફનું ઉટપટાંગ સમાધાન છે. પણ ખરી રીતે યહે તે પણ દેખો એવા નથી. મિથ્યાત્વ હતું ત્યારે દેખ્યું હતું ? કહે કે નહિ. મિથ્યાત્વ એ કર્મના ઉદયથી થવાવાળી ચીજ છે, છતાં પણ તે દેખાતી નથી, અવિરતિ તે તમારામાં છે ને? અવિરતિ કુ. ના મેમ્બરને યોગથી પ્રવૃત્તિ ન હોય
તે પણ પાપ ગળે વળગે. - તમે ચોથા ગુણઠાણે છે તે બારે બઝાર તમારે ત્યાં ભરાએલાં છે. બારે અવિરતિ અને પાંચે ઈન્દ્રિયોના વિષયે અને છઠ્ઠો મનથી તમે નિવર્યા નથી. છએ કાયમાંથી એકે કાયના બજારમાંથી નીકળ્યા નથી. પાંચ ઈન્દ્રિયોની દુકાન છકાય હિંસાની દુકાનમાંથી મન માંકડા તરીકે ભટકતું જ રાખ્યું છે. આ બાર અવિરતિ કોને કહેવાય? તે સમજે. બાર વ્રતો લીધા તેથી બાર અવિરતિ ગઈ એમ સમજવું ભૂલભરેલું છે. એટલે બાર અવિરતિથી બચવા માટે તે બાર વતે નથી, પાંચે ઈન્દ્રિયની પ્રવૃત્તિ, છકાયની હિંસાની પ્રવૃત્તિ અને મન માંકડાનું છુટા રહેવાપણું આ બાર અવિરતિ છે. આત્માને જરા પૂછો કે કયું બજાર બંધ છે? બાર અવિરતિવાળા કેશુ? જે એકલા સમ્યક્ત્વવાળા હોય તે બારે બજારના બેઠકીયા, દેશવિરતિવાળાને એક બજાર બંધ થયું અને અગીઆર પાપના બજાર ખુલ્લાં છે. જેઓ ઉછળતા હોય તેમણે ધ્યાન રાખવું કે તમે ફક્ત ત્રસકાયના પાપમાંથી બંધ પણ અગીઆરના પાપ જોડે લઈને બેઠા છે. બારમા ત્રસકાયના બજારની બારીઓ અને જાળી તો ખુલ્લી મૂકી છે. ત્રસકાયની હિંસાના પચ્ચકખાણરૂપ બારમું