Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राया रज्जे य रटे य जाव वियंगेइ, अम्हे य णं देवाणुप्पिया ! कणगरहस्स रणो सम्वट्ठाणेसु जाव रजधुराचिंतए-तं जइणं देवाणुप्पिया ! अस्थि केइ कुमारे रायलक्खणसंपन्ने अभिसेयारिहे, तण्णं तुमं अम्हं दलाहिं )
એથી અમને એ ઉચિત લાગે છે કે અમે તેતલિપુત્ર અમાત્યની પાસે જઈને રાજકુમારની યાચના કરીએ. કારણ કે તેતલિપુત્ર અમાત્ય રાજાના બધા કામને સારી રીતે પાર પાડનારા છે, એટલા માટે તેમની પાસે જઈને રાજા થવા ગ્ય રાજ–લક્ષણ યુક્ત કેઈ કુમાર મળી શકે તેમ છે કે કેમ ? તે વિશે ચર્ચા કરીએ. આ જાતની વિચારણા કરતાં કરતાં અમે બધા તેમને એવી વિનંતી પણ કરીશું કે તમે પિતાના પુત્રને જ રાજગાદીએ બેસાડી દે. આમ તે લેકેએ મળીને વિચાર કર્યો. આમ વિચાર પાક થઈ ગયે ત્યારે સૌએ એકમત થઈને તેને સ્વીકારી લીધું. સ્વીકાર કરીને તેઓ બધા ત્યાંથી જ્યાં અમાત્ય તેતલિપુત્ર હતું ત્યાં ગયા, ત્યાં જઈને તેમણે તેતલિપુત્રને કહ્યું કે હે દેવાનુપ્રિય ! કનકરથ રાજાએ રાજ્ય અને રાષ્ટ્ર વગેરેમાં સવિશેષ મૂર્ણિત એટલે કે મોહવશ થઈને જન્મ પામેલા પિતાના બધા જ પુત્રોના અંગે કાપીને તેઓને મારી નાખ્યા છે. હવે અત્યારે રાજપદ માટે કેઈ રહ્યું નથી. હે દેવાનુપ્રિય ! અમે લોકો તે રાજાધીન રહીને જ રહેતા આવ્યા છીએ અને હે દેવાનપ્રિય ! તમે રાજા કનકરથના સંધિવિગ્રહ વગેરે બધા કામોમાં એટલે કે સ્વામી અમાત્ય, વિગ્રહ વિગેરે તમામ કામમાં હંમેશા વિશ્વાસપાત્ર રહ્યા છે. લેકહિતની બાબતમાં તમે રાજાને સલાહ આપતા રહ્યા છે, અને તમેજ રાજ્યના બધા કામને પાર પાડતા આવ્યા છે. એથી અમે તમને એવી વિનંતિ કરીયે છીએ કે હે દેવાનુપ્રિય ! રાજ–લક્ષણવાળે અને અભિષિકત થઈને રાજગાદીએ બેસવા ગ્ય કેઈ કુમાર હોય તે તેને તમે અમને સપો. (जे णं अम्हे महया २ रायाभिसेएणं अभिसिंचामो । तएणं तेतलिपुत्री तेसि ईसर एयमढे पडिसुणेइ, पडिसुणेता कणगझयं कुमारं हायं जाव सस्सिरीये करेइ, करिता तेसि ईसर जाव उवणेइ, उवणित्ता एवं क्यासी)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૦