Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 356
________________ છે કે હે ભદન્ત ! યાવત્ મુક્તિ પ્રાપ્ત કરેલા શ્રમણ ભગવાન મહાવીરે ધર્મકથાના ત્રીજા વર્ગના ૫૪ ચેપનઅધ્યયન પ્રજ્ઞપ્ત કર્યા છે, તે તેમાંથી હે ભદત ! તે જ થાવત્ મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પહેલા અધ્યયનને શા અર્થ પ્રરૂપિત કર્યો છે ? આ પ્રશ્નના સમાધાનમાં શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે (gવં !) હે જંબૂ ! તમારા પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે (तेणं कालेणं तेणं समएणं अलादेवी धरणाए रायहाणीए अलावडंसए भवणे अलंसि सीहासणंसि एवं काली गमएणं जाव णद्वविहिं उवदंसेत्ता पडिगया, पुव्वभवपुच्छा, चाणारसी गयरी, काममहावणे चेहए, अलं गाहावई, अलासिरी भारिया, अलादारिया सेसं जहा कालीए णवरं धरणस्स अग्गमहिसित्ताए उपवाओ, साइरेगं अद्धपलिओवमं ठिई सेसं तहेव, एवं खलु णिक्खेवओ पढमज्झयणस्स) તે કાળે અને તે સમયે રાજગૃડ નામે નગર હતું. તેમાં ગુણશિલક નામે ઉદ્યાન હતું. તેમાં તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં પધારીને શ્રમણ ભગવાન મહાવીરે સુકામ કર્યો હતે. નગરની પરિષદ પ્રભુને વંદન કરવા માટે પિતપોતાને ઘેરથી નીકળીને તે ઉદ્યાનમાં આવી. પ્રભુએ સૌને ધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળીને લેકોએ વાવત પ્રભુની પર્યું પાસના કરી, તે વખતે ત્યાં ધરણેન્દ્રની અગ્રમહિષી (પટરાણી ) અલાદેવી કે જે ધરણા રાજધાનીમાં અલાવત'સક આ નામના ભવનમાં રહેતી હતી, અને જેને બેસવાના સિંહાસનનું નામ અલી હતું–પ્રભુને વંદના કરવા માટે આવી. ત્યાં આવીને તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું, પ્રદર્શન કરીને તે ત્યાંથી પાછી પોતાના સ્થાને જતી રહી. તેના ગયા પછી તરત જ ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને તેને પૂર્વભવ પૂછો ત્યારે ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું કે વાણારસી નામે નગરી હતી, તેમાં કામમહાવન નામે ઉદ્યાન હતું, તેમાં અલ નામે ગાથાપતિ રહેતો હતો. તેની ભાર્યાનું નામ અલશ્રી હતું. તેને એક પુત્રી હતી તેનું નામ અલી હતું. અલા વિષેનું શેષ કથાનક પહેલાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૩૪૯

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371