Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 359
________________ નામ રૂપકાવતુંસક હતું અને જે સિંહાસન ઉપર તે બેસતી હતી તેનું નામ રૂપક હતું. જેમ પહેલાં કાલી દેવીનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ આનું વર્ણન પણ સમજી લેવું જોઈએ. તેના પૂર્વભવનું વર્ણન આ પ્રમાણે છેઆ પૂર્વભવમાં ચંપા નામની નગરીમાં-કે જેમાં પૂર્ણભદ્રા નામે ઉદ્યાન હતું અને રૂપક ગાથાપતિ જેમાં રહેતું હતું. તે ગાથાપતિની આ રૂપશ્રી ભાર્યાથી રૂપાદારિકા ” આ નામથી પુત્રી રૂપે ઉત્પન્ન થઈ હતી. ત્યારપછી પ્રભુને ઉપદેશ સાંભળીને એ બોધને પ્રાપ્ત થઈ અને કાલી દેવીની જેમ આર્યા થઈ ગઈ, એના પછીની વિગત કાલી દેવીની હતી તેવી જ એની પણ સમજી લેવી જોઈએ. જ્યારે તેણે કાળ અવસરે કાળ કર્યો ત્યારે આ ભૂતાનંદ ઈન્દ્રની અગ્રમહિષી (પટરાણી) ના રૂપમાં ઉત્પન્ન થઈ. ત્યાં તેની કેડી ઓછી એક પત્યની સ્થિતિ છે. આ પ્રમાણે રૂપાદેવીના કથાનકને આ નિક્ષેપક છે. આ પ્રમાણે જ (૨) સુરૂપ, (૩) રૂપશા, (૪) રૂપકાવતી, (૫) રૂપકતા અને (૬) રૂપપ્રભાનું વર્ણન પણ સમજી લેવું જોઈએ. આ બધી દેવીઓ ભૂતાનંદ ઈન્દ્રની જેમ ઉત્તરીય ઈન્દ્રોની પણ અમહિષીઓ (પટરાણીઓ) છે. અને મહાન્દ્રની પણ તેઓજ પટરાણીઓ છે. આ પ્રમાણે આ ચોથા વર્ગને નિક્ષેપક છે. ચેાથે વર્ગ સમાપ્ત. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૫૨

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371