Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ રીતે દ્રવ્યકૃતનું વર્ણન અનુગ દ્વારમાં કરવામાં આવ્યું છે. અકાર વગેરે વર્ણરૂપથી સંકેતિત લિપિમાં શબ્દાત્મકતા આવી શકે તેમ નથી. કેમકે ઉચ્ચારણ તે દ્રવ્યનું જ થાય છે, તેના સંકેતનું નહિ. લિપિ યુક્ત પુસ્તકો વગેરેમાં પણ વાચના વગેરે કંઈ જ હેતું નથી. કેમકે તે જડ છે, ચેતનમાં જ વાચના પૃચ્છના વગેરે થાય છે. એથી તેમાં દ્રવ્યગૃતતા માનવી સાવ અયોગ્ય છે. એથી એ વાત ચોક્કસ થાય છે કે અકાર વગેરે વર્ણરૂપથી સંકેતિત લિપિમાં અને આ લિપિ વિશિષ્ટ પુસ્તક વગેરેમાં દ્રવ્યગ્રતતા થોડી પણ સંભવિત નથી.
અને બીજું પણ કે–અનુપયુકત હોવાથી અને ચરણગુણ શૂન્ય હોવાથી દ્રવ્યથતમાં બંધતા આવી જ શકતી નથી. ભાવશ્રતમાં જ ઉપગ સહિત અને ચરણગુણ યુક્તતા હોવાથી વંદતા આવે છે. એટલા માટે દ્રવ્યકૃતમાં નમસ્કાર કરવાની કલ્પના કરવી ભ્રાંતિમૂલક જ છે. “નમો વમીણ &િવી” આને અર્થ આ પ્રમાણે સુસંગત બેસી શકે છે કે-અકાર વગેરે વર્ણાત્મક ભાષાના સંકેત રૂપ લિપિનું નામ બ્રાહ્મી લિપિ છે. બ્રાહ્મી શબ્દ “ભાષા ” આ અર્થમાં પ્રયુકત થયેલ છે. અમરકેશમાં પણ એ જ વાત કહેવામાં આવી છે કે “ત્રી તુ મારતા માવા જીલ્લા વરવતી ” અથવા તે શ્રી આદિનાથ પ્રભુએ પિતાની બ્રાહ્મી નામની પુત્રીને અઢાર પ્રકારની લિપિઓ બતાવી હતી. એટલા માટે પણ આ લિપિનું નામ બ્રાહ્મી લિપિ પડી ગયું છે. શ્રુતજ્ઞાનમાં ઉપયોગી હોવાથી આ લિપિના જ્ઞાનને ભાવકૃતનું કારણ માનવામાં આવ્યું છે. એથી લિપિજ્ઞાન રૂપ ભાવલિપિને વંદન કરતાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે “નમો વંમીણ જિવી” શ્રતજ્ઞાનના પ્રતિ લિપિજ્ઞાન કારણ છે કેમકે લિપિના જ્ઞાનથી અકાર વગેરે વર્ણાત્મક લિપિ રૂપથી સંકેતિત તે શબ્દનું સ્મરણ થાય છે. અને તેનાથી તેના અર્થનું જ્ઞાન થાય છે એટલા માટે ભગવાન દ્વારા પ્રતિપાદિત અને સમજાવવા માટે તે અર્થનું
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૭૮