Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
जोवणगुणलावण्णकित्तिया कित्तणं करेइ)
તે કીડન ધાત્રીએ સૌ પહેલાં વૃષ્ણિ વંશમાં પુંગવ (શ્રેષ્ઠ) સમુદ્ર વિજય વગેરે દશ દશોંનું કે જેઓ ત્રણે લોકમાં પણ વિશિષ્ટ શક્તિશાળી ગણાતા હતા, લાખે શત્રુઓના માનનું મર્દન કરનારા હતા, ભવસિદ્ધિક પુરૂષોમાં જેઓ કમળની જેમ શ્રેષ્ઠ ગણાતા હતા અને જેઓ પોતાના સ્વાભાવિક તેજથી હમેશાં પ્રકાશતા રહેતા હતા, બળ, વીર્ય, રૂપ, યૌવન, ગુણે, લાવણ્ય, કીર્તિ વગેરેથી સંપન્ન હતા-વર્ણન કર્યું. શારીરિક શક્તિનું નામ બળ, ઉત્સાહનું નામ વીર્ય, સૌન્દર્યનું નામ રૂપ અને તારૂણ્યનું નામ યૌવન છે. ઔદાર્ય, ગાંભીર્ય ગણે છે. યુવાવસ્થામાં જે શરીર કાંતિવાળું થાય છે તેને લાવણ્ય કહેવામાં આવે છે.
(तओ पुणो उग्गसेणभाईणं जायवाणं भणइ य सोहग्गरूवकलिए वरेहि वरपुरिसगंधहत्थीणं जो हु ते होइ हिययदइओ तएणं तं दोवई रायवरकनगा वहणं रायवरसहस्साणं मझं मज्ज्ञेणं समतिच्छमाणी २ पुवकयणियाणेणं चोइ. जमाणी २ जेणेव पंच पंडवा तेणेव उवागच्छइ)
ત્યારપછી કીડન ધાત્રીએ ઉગ્રસેન વગેરેનું વર્ણન કર્યું અને કહ્યું કેહાથીઓમાં જેમ ગંધ હસ્તી ઉત્તમ ગણાય છે, તેમજ પુરૂષમાં સવિશેષ ગુણવાન એવા એએ બધી રીતે સારા છે, આ બધામાં તને જે સૌભાગ્યશાળી લાગતા હોય અને તને જેઓ ગમતા હોય તેઓને તે પતિ રૂપમાં સ્વીકારી લે. ત્યારપછી તે રાજવર કન્યા દ્રૌપદી તે હજારે રાજાઓની વચ્ચેથી પસાર થઈને પોતાના સુકુમારિકાના ભાવમાં કરેલા અભિલાષથી પ્રેરાઈને જ્યાં પાંચ પાંડે હતા ત્યાં પહોંચી.
(उवागच्छित्ता ते पंच पांडवे तेणं दसवण्णेणं कुसुमदामेणं आवेदिय परिवेढियं करेइ, करिता एवं क्यासी, एएणं मए पंचपंडवा धरिया, तएणं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૯૧