Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નગરીને વસાવે અને મારા અદષ્ટ સેવકે થઈને ત્યાં નિવાસ કરે. આ પ્રમાણે કહીને તેમણે કુંતી દેવીને સત્કાર કર્યો અને સન્માન કર્યું. સત્કાર તેમજ સન્માન કરીને તેમણે કુંતીદેવીને ત્યાંથી વિદાય કર્યો.
(तएणं सा कोंती देवी जाव पंडुस्स एयमढ़ निवेदेइ, तएणं पंडू पंच पंडवे सदावेइ, सदावित्ता एवं वयासी-गच्छह णं तुम्भे पुत्ता ! दाहिणिल्लं वेलाऊलं तत्थणं तुम्भे पंडुमहुरं णिवेसेह तएणं पंच पंडवा पंडुस्स रण्णो जाव तहत्ति पडि मुणेति, सबलवाहणा हय गय० हत्थिणाउराओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव दक्खिणिल्ले वेयाली तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंडुमहुरं नगरि णिवेसें ति निवेसित्ता, तत्थणं ते विउलभोगसमितिसमण्णागया यावि होत्था)
ત્યાંથી હાથી ઉપર સવાર થઈને કુંતીદેવી હસ્તિનાપુર આવી ગયાં. યાવત કચ્છવાસદેવની જે કંઈ આજ્ઞા હતી તે પાંડુ રાજાને કહી સંભળાવી. ત્યારપછી પાંડુ રાજાએ પાંચે પાંડને બોલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે પુત્રે ! તમે અહીંથી દક્ષિણ દિશા તરફના સમુદ્રના કિનારા ઉપર જાઓ અને ત્યાં પાંડુ-મથુરા નગરીને વસાઓ. પિતા પાંડુ રાજાની આ પ્રમાણે આજ્ઞાને તે પાંચ પાંડવોએ “તહત્તિ” કહીને સ્વીકારી લીધી. સ્વીકાર કરીને તેઓ ઘેડા, હાથી, રથ અને પાયદળવાળી ચતુર ગિણુ સેનાની સાથે હસ્તિનાપુર નગરથી બહાર નીકળ્યા-અને નીકળીને જ્યાં દક્ષિણ દિશાને સમુદ્રને કિનારે હતું ત્યાં પહોંચ્યા, ત્યાં પહોંચીને તેમણે પાંડુ-મથુરા નગરી વસાવી. વસાવીને તેઓ ત્યાં પુષ્કળ કામગ ભેગવતાં રહેવા લાગ્યા. એ સૂત્ર ૩૨
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૪૩