Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
(सोलसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते सत्तरमस्स णं भंते ! णायज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते )
સોળમા જ્ઞાતાધ્યયનને પૂર્વોકત રૂપે અર્થ પ્રરૂપિત કર્યો છે ત્યારે સિદ્ધ ગતિ સ્થાનને મેળવી ચૂકેલા તે જ શ્રમણ ભગવાન મહાવીરે સત્તરમાં જ્ઞાતાધ્યયનને શો અર્થ પ્રરૂપિત કર્યો છે.
(gવું કંજૂ) આ રીતે જંબૂના પ્રશ્નને સાંભળીને તેમને સમજાવતાં સુધર્મા સ્વામી કહેવા લાગ્યા કે હે જબ! તમારા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે –
( तेणं कालेणं तेणं समएणं हथिसीसे नयरे होत्था, वण्णओ, तत्थणं कणगकेऊणामं राया होत्था, वण्णओ, तत्थणं हत्थिसीसे णयरे बहवे संजत्ता णावा वाणियगा परिवसति, अड्डा जाव बहुजणस्स अपरिभूया यावि होत्था)
તે કાળે અને તે સમયે હસ્તિશીષ નામે નગર હતું. “ ” વગેરે રૂપમાં પહેલાંના અધ્યયનમાં વર્ણન કરવામાં આવેલા પાઠની જેમ આ નગરનું વર્ણન પણ જાણી લેવું જોઈએ. તે નગરમાં કનકકે નામે રાજા રહેતે હતે. આ રાજાનું વર્ણન પણ “ મા નવંત” વગેરે રૂપમાં પહેલાંના અધ્ય. યમાં વર્ણિત રાજાઓના વર્ણન જેવું જ જાણી લેવું જોઈએ. તે હસ્તિશીર્ષ નગરમાં ઘણુ પિતવણિક (વહાણ વડે વેપાર કરનારા) રહેતા હતા તેઓ સ એકી સાથે મળીને પરદેશમાં જતા અને ત્યાં વેપાર કરતા હતા. તે નગરમાં તેમની સારી એવી પ્રતિષ્ઠા હતી. કેમકે ખાસ કરીને તેઓ સર્વે લક્ષમીને કૃપાપાત્ર હતા.
(तएणं तेसिं संजत्ता णाया वाणियगाणं अन्नया एगयाओ जहा अरहणयो जाव लवणसमुई अणेगाई जोयणसयाई ओगाढा यावि होत्था, तएणं तेसिं जाव बहणि उप्पाइयसयाई जहा मागंदियदारगाणं जाव कालियवाए य तत्थ समु. थिए तएणं साणावा तेणं कलियवाएणं आघोलिज्जमाणी २ संचालिज्जमाणी
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૫૪