Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
साहस्सीहिं सद्धिं संपरिखुडे जाव अंबसालवणे समोसढे ) ।
તે કાળે અને તે સમયે પુરુષાદાનીય-પુરુષ એક-આદિકર પાર્શ્વનાથઅહત પ્રભુ-જેઓ શ્રી વર્તમાન સ્વામી જેવા હતા–સેળ હજાર શ્રમણે તેમજ ૩૮ હજાર આયિકાઓની સાથે તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં તે આમ્રશાલ વનમાં આવ્યા. ભગવાન મહાવીર અને પાર્શ્વનાથ પ્રભુની શરી. રાવગાહનામાં વિશેષતા ફક્ત આટલી જ છે કે તેમનું શરીર સાત હાથ જેટલું ઊંચું હતું અને પાર્શ્વ પ્રભુનું શરીર નવ હાથ ઊંચું હતું.
(परिसा णिग्गया, जाय पज्जुवासइ, तएणं सा काली दारिया इमीसे कहाए लदूधट्ठा समाणी हट्ट जाब हियया जेणेत अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाय एवं वयासी-एवं खलु अम्मयाओ ! पासे अरहा पुरिसादाणीए आइगरे जाय विहरइ, तं इच्छामि णं अम्मयाओ ! तुम्भेहिं अब्भणुनाया समाणी पासस्स अरहओ पुरिसादाणीयस्स पायचंदिया गमित्तए ? )
પાર્થ પ્રભુના આશ્રશાલવનમાં પધારવાની જાણ થતાં જ બધા લોકો પ્રભુને વંદન કરવા માટે પોતપોતાના સ્થાનેથી નીકળીને તે આમ્રશાલ વનમાં આવવા લાગ્યા. ત્યાં આવીને પ્રભુને ધાર્મિક ઉપદેશ સાંભળીને તે પ્રભુની પર્યું પાસના કરવા લાગ્યા. ત્યારબાદ કાલી દારિકાને આ સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ જ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળી થઈ ગઈ. ત્યારપછી તે જ્યાં તેના માતા-પિતા હતા ત્યાં પહોંચી. ત્યાં જઈને તેણે માતા-પિતાને બંને હાથ જોડીને ચરણ વંદના કરી અને ત્યારપછી આ પ્રમાણે વિનંતી કરી કે હે માતા પિતા ! પુરુષ શ્રેષ્ઠ, આદિકર એવા પાર્શ્વનાથ અર્હત પ્રભુ આમ્રશાલ વનમાં પધાર્યા છે. એટલા માટે હું તમારી આજ્ઞા મેળવીને તે પુરુષ એક અહેતા પ્રભુ પાર્શ્વનાથને વંદન કરવા માટે જવા ઈચ્છું છું.
( अहा सुह, देवाणुप्पिया ! मा पडिबंध करेहि, तएणं सा कालिया दारिया अम्मापिईहिं अब्मणुनायो समाणी हट्टतुटु जाव हियया व्हाया कयबलिकम्मा कय
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૩૦