Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 338
________________ कोउयमंगलपायच्छित्ता सुद्धप्पयेसाई मंगल्लाई वत्थाई पचरपरिहिया अप्पमहग्याभरणालंकियसरीरा चेडियाचक्कपालपरिकिण्णा साओ गिहाओ पडिनिक्षमइ, पडिनिक्रयमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता, धम्मियं जाणप्पयरं दुरूढा तएणं सा काली दारिया धम्मियं जाणप्पवरं एवं जहा दोबई जाव पज्जुवासइ) ત્યારે માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! તને જેમ સુખ મળે તેમ તું કર. આ શુભ કાર્યમાં પ્રતિબંધ-પ્રમાદ કર નહિ આ પ્રમાણે માતાપિતા વડે આજ્ઞાપિત થયેલી તે દારિકાએ હષ્ટ-તુષ્ટ ચિત્ત થઈને સ્નાન કર્યું. કાગડા વગેરેને અન્નભાગ આપીને બલિકર્મ કર્યું. કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ પ્રવેશ ચોગ્ય, મંગળકારી વને સારી રીતે પહેર્યા અને વજનમાં હલકા પણ કિમતમાં બહુ ભારે એવા આભરણેથી શરીરને અલંકૃત કરીને દાસીઓના સમૂહથી પરિવેષ્ટિત થઈને પિતાના ઘેરથી નીકળી. નીકળીને તે ત્યાં પહોંચી જ્યાં બાહા ઉપસ્થાન શાળા હતી. તેમાં જઈને તે જ્યાં ધાર્મિક યાનપ્રવર ઊભું હતું તેમાં આરૂઢ થઈ ગઈ. આરૂઢ થઈને તે ત્યાંથી રવાના થઈ દ્રૌપદીની જેમ તેણે જ્યારે તીર્થંકરાતિશય રૂપ છત્ર વગેરે વિભૂતિને જોઈ કે જોતાંની સાથે જ તે ધાર્મિક યાન-પ્રવરમાંથી નીચે ઉતરી પડી. અને પંચ અભિગમનપૂર્વક ભગવાનની પાસે જઈને તેમને વંદના કરી, તેમને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેણે તેમની પથું પાસના કરી. ત્યારપછી (तएणं पासे अरहा पुरिसादाणीए कालीए दारियाए तीसे य महइमहा. लयाए परिसाए धम्मो कहिओ) પુરુષાદાનીય અહત પ્રભુ પાર્શ્વનાથે તે કાલી દારિકાને તે વિશાલ પરિ ષદાની સામે ધર્મકથા સંભળાવી. ( तएणं सा काली दारिया पासस्स अरहओ पुरिसादाणीयस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ट जाय हियया पासं अरहं पुरिसादाणीयं तिक्खुत्तो बंदइ नमसइ) પુરુષાદાનીય તે અહંત પાર્શ્વનાથ પ્રભુની પાસેથી ધર્મને સાંભળીને અને તેને હૃદયમાં અવધારિત કરીને તે કાલી દારિકા બહુ જ વધારે હર્ષિત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૩૧

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371