Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 348
________________ આ પ્રમાણે હે ગૌતમ! કાલી દેવીએ તે દિવ્ય દેવદ્ધિ ૩ પ્રાપ્ત કરી છે. સ્વાધીન બનાવી છે અને તેને પોતાને માટે ઉપગ ચગ્ય બનાવી છે. હવે ગૌતમ ફરી પ્રભુને પૂછે છે કે હે ભદન્ત ! કાલી દેવીની સ્થિતિ કેટલી જવાબમાં પ્રભુએ તેમને કહ્યું કે હે ગૌતમ! કાલી દેવીની સ્થિતિ અઢી પત્યની (પ્રજ્ઞપ્ત થઈ) છે. (कालीणं भंते ! देवी ताओ देवलोगाओ अणंतर उव्वद्वित्ता कहि गच्छिहिइ, कहि उववन्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्ज्ञिहिइ, एवं खलु जंब! समणेणं जाव सपत्तेणं पढमस्स वग्गस्स पढमज्झयणस्स अयमद्वे पण्णत्ते त्ति वेमि, धम्मकहाणं पढमज्झयणं समत्तं ) હે ભદન્ત! કાલી દેવી તે દેવલોકથી આયુ અને ભવસ્થિતિને પૂરી કરીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? આ પ્રમાણે ગૌતમના પ્રશ્નને સાંભળીને પ્રભુએ ઉત્તરમાં તેને કહ્યું કે હે ગૌતમ! તે કાલી દેવી દેવકથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન થશે અને ત્યાંથી જ સિદ્ધ થશે. હવે સુધર્મા સ્વામી શ્રી અંબૂ ! સ્વામીને કહે છે કે હે જંબૂ! મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનને આ પૂર્વોક્ત રૂપે અર્થ પ્રજ્ઞસ કર્યો છે. આવું હું તેમના શ્રી મુખથી સાંભળીને તમને કહી ગયે છું. એ સૂત્ર ૪ પ્રથમ વર્ગનું પ્રથમ અધ્યયન સમાપ્ત.” શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૩૪૧

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371