Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अरहओ अंतिए धम्मे णिसंते से चि य मे धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए-तएणं अहं अम्मयाओ ! संसारभउधिग्गा भीया जम्मणमरणाणी-हच्छामि णं तुम्भेहिं अब्भणुन्नाया समाणी पासस्स अरहो अंतिए मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्यइत्सए)
ત્યાં આવીને તે આમલકલ્પા નગરીની વચ્ચે થઈને જ્યાં તે બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવી. ત્યાં આવીને તે તે ધાર્મિક યાન પ્રવરમાંથી નીચે ઉતરી, નીચે ઉતરીને તે ત્યાં તેને માતાપિતા હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને પિતાના બંને હાથની અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે માતાપિતા ! સાંભળે, અહંત પ્રભુ પાર્શ્વનાથના મુખથી મેં ધર્મ નું શ્રવણ કર્યું છે, તે મને બહુ જ ગમી ગયું છે. તે ધર્મને વારંવાર સાંભળવાની ઈચ્છા થઈ રહી છે જેમ આસ્વાદ્ય વસ્તુ પ્રિય લાગે છે તેમજ તે ધર્મ મારા માટે બધી રીતે પ્રિય થઈ પડ્યો છે તે માતાપિતા ! તેના શ્રવણથી હું આ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને જન્મ-મરણથી ભયભીત થઈ ગઈ છું. એથી મારી ઈચ્છા છે કે હું તમારી આજ્ઞા મેળવીને તે અહેતા પાર્શ્વનાથ પ્રભુની પાસે મુંડિત થઈને અગારાવસ્થા ત્યજીને અનગારાવસ્થા સ્વીકારી લઉં. આ પ્રમાણે પિતાની કાલી દારિકાની વાત સાંભળીને માતાપિતાએ તેને કહ્યું –
( अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह, तएणं से काले गाहावई विपुलं असणं ४ उपक्खडावेइ, उपक्वडावित्ता मित्तणाइणियगसपणसंबंधिपरियणं आमंतेइ आमंतित्ता तओ पच्छा हाए जाच विपुलेणं पुप्फयत्वगंधमलालंकारेणं सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइणियगसयणसंबंधिपरिजणस्स पुरओ कालियं दारियं सेयापीएहिं कलसेहिं हाइ हावित्ता सन्कालंकारविभूसियं करेइ, करित्ता
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૩૩