Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પકડી લીધા. પકડીને તેમણે નાની નાની હેડીઓ વડે મોટા વહાણમાં ચઢાવ્યા. ચઢાવ્યા બાદ તેઓએ તેમાં ઘાસ એને કાષ્ઠ ભર્યા. ત્યારપછી તે સાંયાત્રિક પિતવણિકે દક્ષિણને અનુકૂળ પવન વહેવા લાગે ત્યારે ત્યાંથી રવાના થઈને
જ્યાં ગભીર નામે પિત૫ટ્ટણ (બંદર) હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે પિતાના વહાણને લંગર નાખીને કર્યું. ત્યારબાદ તેમણે ઘોડાઓને વહાણમાંથી નીચે ઉતાર્યા. ___ (उत्तारित्ता जेणेव हत्थिसीसे णयरे जेणेव कणगके ऊ राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाच बद्धाति, बद्धावित्ता ते आसे उवणेति, तएणं से कणगकेऊ तेसिं संजत्ता णावा वाणियगाणं उम्सुक्कं वियरह, विरिता सक्कारेइ, संमाणेइ, सक्करित्ता, संमाणित्ता पडिविसज्जेइ )
નીચે ઉતારીને તેઓ તે ઘોડાઓને હસ્તિશીષ નગરમાં જ્યાં કનકકેતુ રાજા હતું ત્યાં લઈ ગયા. ત્યાં જઈને પહેલાં તેમણે બંને હાથ જોડીને રાજા કનકકેતુને નમસ્કાર કર્યા અને જય-વિજય શબ્દ વડે તેમને વધામણ આપી. વધામણું આપીને તેમણે તે બધા ઘોડાઓને તેમની સામે ઉપસ્થિત કર્યા ત્યારપછી કનકકેતુ રાજાએ તે સાંયાત્રિક પિતવણિકોને માટે કર માફી કરી આપી તેમની પાસેથી કોઈ પણ રાજ્ય કર્મચારી કર (ટેકસ) લે નહિ તેવું આજ્ઞા પત્ર તેમને લખી આપ્યું આજ્ઞા પત્ર આપીને રાજાએ તેમને મધુર વચને વડે સરકાર કર્યો અને વસ્ત્રો વગેરે આપીને તેમનું સન્માન કર્યું. ત્યારપછી તેમને વિદાય કર્યો. __(तएणं से कणगके ऊ कोडुंबियपुरिसे सदावेइ, सहावित्ता सक्कारेंति० पडिविसज्जेइ, तएणं से कणगकेऊ राया आसमद्दए सदावेइ सद्दावित्ता एवं वयासी तुभेणं देव णुप्पिया ! मम आसे विण एह )
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૬૮