Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિની નામે રાજધાની હતી. તે નવ જન જેટલા વિસ્તારવાળી તેમજ બાર યોજન જેટલી લાંબી છે. તે પ્રત્યક્ષ સ્વર્ગ જેવી જ લાગે છે. તે પ્રાસાદી ચિત્ત અને અન્તઃકરણને તે પ્રસન્ન કરનારી છે, દર્શનીય-આંખને તે તૃપ્ત કરનારી છે, અભિરૂપ તે અસાધારણ (અપૂર્વ) રચનાવાળી છે, અને પ્રતિરૂપ-એના જેવી બીજી કઈ નગરી નથી એવી છે.
( तीसेणं पुंडरिगिणीए णयरीए उत्तरपुरस्थिमे दिसिभाए णलिणिवणे णाम उज्जाणे-तत्थणं पुंडरिगिणीए रायहाणीए महापउमे णामं राया होत्था-तस्सणं पउमावईणामं देवी होत्था, तस्सणं महापउमस्स रणो पुत्ता पउमावईए देवीए अत्तया दुवे कुमारा होत्था)
તે પુરીકિણી નગરીના ઉત્તર પરિત્ય દિગવિભાગમાં નલિનીવન નામે એક ઉદ્યાન હતો. તે પુંડરીકિણી રાજધાનીમાં મહાપ નામે એક રાજા રહેતે હતો. તેની રાણીનું નામ પદ્માવતી હતું. તે મહાપદ્મ રાજાને ત્યાં પદ્માવતી દેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલા છે રાજકુમાર હતા.
(तं जहा-पुंडरीए य, कंडरीए य-सुकुमालपाणिपाया० । पुंडरीए जुबराया तेणं कालेणं तेणं समएणं थेरागमणं, महापउमे राया जिग्गए, धम्म सोच्चा पोंडरीयं रज्जे ठवेत्ता पव्यइए । पोंडरीए राया जाए, कंडरीए जुवराया। महापउमे अणगारे चोदसपुव्याई अहिज्जइ, तएणं थेरा बहिया, जणवयविहारं विहरंति, तएणं से महापउमे बहूणि वासाइं जाय सिद्धे )
તેમનાં નામો આ પ્રમાણે છે-૧ પુંડરીક, અને ૨ કંડરીક આ બંને પુત્રે સુકોમળ હાથ-પગવાળા હતા. રાજા એ પુંડરીકને યુવરાજપદ પ્રદાન કર્યું હતું. તે કાળે અને તે સમયે ત્યાં સ્થવિરેનું આગમન થયું. મહાપ રાજા ધર્મનું વ્યાખ્યાન સાંભળવા માટે પિતાના મહેલથી નીકળીને નલિનીવન ઉદ્યાનમાં આવ્યું. ત્યાં ધર્મોપદેશ સાંભળીને તેને વૈરાગ્યભાવ ઉત્પન્ન થઈ ગયે. છેવટે પુંડરીકને રાજ્યાસને સ્થાપિત કરીને તેઓ દીક્ષિત થઈ ગયા. પુંડરીક રાજા થઈ ગયે અને કંડરીક યુવરાજ થઈ ગયો. મહાપદ્મ રાજર્ષિએ ચૌદ પનું અધ્યયન કરી લીધું. ત્યારપછી સ્થવિરે ત્યાંથી બહાર જનપદમાં વિહાર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૩૦૪