Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાઈ–(તેof wાસેoi તે સમvi) તે કાળે અને તે સમયે (ાનિ નામું નો હોરા) રાજગૃહ નામે નગર હતું. ( મો) આ નગરનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવવામાં આવેલા ચંપા નગરીના વર્ણનની જેમ જ જાણી લેવું જોઈએ.
(तस्स णं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरस्थिमे दिसिभाए तत्थणं गुणसिलए णामं चेहए होत्था, वण्णओ )
તે રાજગૃહ નગરની બહાર ઉત્તર પરિત્ય દિગ-ભાગની તરફ એટલે કે ઈશાન કેણુમાં એક ગુણશિલક નામે ચિત્ય-ઉદ્યાન -હતો. અહીં ચૈત્ય વિષેનું બધું વર્ણન ઔપપાતિક સૂત્રની જેમ જાણવું જોઈએ.
(तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्ज सुहम्माणामं थेरा भगवंतो जाइसंपन्ना कुलसंपन्ना जाव चउद्दस पुची चउणाणो
गया पंचहि अणगारसएहिं सद्धि संपरिखुडापुबाणुपुचि चरमाणा गामाणुगामं दुइज्जमाणा सुहं सुहेणं विहरमाणा जेणेव रायगिहे णयरे जेणेव गुणसिलए चेइए जाय संजमेणं तवसा अप्पाणं भावमाणा विहरति )
- તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી આર્ય સુધર્મા નામના સ્થવિર ભગવંત કે જેઓ વિશુદ્ધ માતૃવંશવાળા હતા–વિશુદ્ધ પિતૃવંશવાળા હતા, યાવત્ બળ, રૂપ, વિનય, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લાઘવ-સંપન્ન હતા. ચૌદ પૂર્વના પાઠી હતા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચારે જ્ઞાનના ધારક હતા. પાંચસે અનગારાની સાથે તીર્થકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજે ગામ કેઈપણ જાતના વ્યવધાન વગર સુખેથી યથા સમય જ્યાં રાજગૃહ નગર અને તેમાં પણ જ્યાં તે ગુણશિલક મૈત્ય હતું ત્યાં આવ્યા ત્યાં તેઓ સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા રોકાયા.
(परिसा निग्गया धम्मो कहिओ परिसा जामेव दिसं पाउन्भूया तामेव दिसि पडिगया, तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स अंतेवासी
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૨૧