Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
રહ્યા. પુંડરીક રાજાએ તેમની આવી સ્થિતિ જોઈને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે જ કહ્યું. પણ તેમણે તેની કંઈ દરકાર કરી નહિ તેઓ ફક્ત મૂંગા થઈને બેસી જ રહ્યા ત્યારે ફરી પુંડરીકે તે કંડરીક અનગારને આ પ્રમાણે કહ્યું કે હે ભગવન્! તમને શું હજી બેગ ઉપભેગેની ઈચ્છા છે? ત્યારે કંડરીકે કહ્યું કે હા, ખરેખર મારું મન ભોગ ઉપભેગમાં પ્રવૃત્ત થવા ઈરછે છે. આ પ્રમાણે કંડરીકની ઈચ્છા જાણીને પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લોકે કંડરીક માટે–રાજ્યાભિષેક એગ્ય સામગ્રી ભેગી કરો. પુંડરીક રાજાની આ પ્રમાણે આજ્ઞા સાંભળીને તે લોકોએ તેમજ કર્યું. જ્યારે રાજ્યા. ભિષેકની બધી વસ્તુઓ એકત્રિત થઈ ગઈ ત્યારે પુંડરીકે કંડરીક રાજ્યાભિષેક કરી દીધે. એટલે કે કંડરીકને રાજ્યસને બેસાડી દીધું. એ સૂત્ર ૪
'तएणं पुंडरीए सयमेव पंचमुट्ठियं' इत्यादि ।
ટીકાર્થ –(RToi ) ત્યાર પછી (ઉંદરી) પુંડરીકે (લેમેર) પિતાની જાતે જ (જંકુટ્રિય ઍચે રૂ) પિતાનું ૫ ચમાણેક લુચન કર્યું.
(करित्ता सयभेव चा उज्जाम धम्म पडियज्जइ, पडिवज्जित्ता कडरीयस्स संतियं आयारभंडयौं गेहइ) ।
અને લંચન કરીને જાતે જ તેમણે ચાતુર્યામ–ચતુર્મહાવ્રત રૂપધર્મને ધારણું કરી લીધું. અને કંડરીકની અનગા૨ અવસ્થા સંબંધી આચાર ભાંડકે–વસ્ત્ર, પાત્ર, સદરક મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે સાધુ ચિહ્નોને લઈ લીધાં
(गेहिता इम एयारूव अभिग्गह अभिगिण्हइ, कापइ, मे थेरे वदित्ता गमंसित्ता थेराणं अतिए चाउज्जाम धम्म उवसंपज्जित्ताणं, तओपच्छा आहारं आहरित्तए) - ત્યારબાદ તેમણે આ જાતનો અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી હું સ્થવિર ભગવંતને વંદના તેમજ નમસ્કાર કરીને તેમની પાસેથી ચાતુર્યામ ધર્મને ધારણ નહિ કરું ત્યાં સુધી હું આહાર પણ ગ્રહણ કરીશ નહિ. તેમની પાસેથી ચાતુર્યામ ધર્મને ધારણ કરીને જ હું આહાર ગ્રહણ કરીશ.
(त्ति कटु इम च एयारूव अभिग्गहं अभिगिण्हित्ताणं पोंडरिगिणीए पडिनिक्खमइ, पडिनिक्खमित्ता पुव्वाणुपुचि चरमाणे गामाणुगामं दूइज्जमाणे जेणेव थेरा भगवतो तेणेव पहारेत्थ गमणाए)
આ પ્રમાણે તે અભિગ્રહને મનમાં ધારણ કરીને તેઓ તે પુંડરીકિણી નગરીની બહાર નીકળ્યા અને નીકળીને તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં અને આ પ્રમાણે એક ગામથી બીજે ગામ વિચરણ કરતાં કરતાં તેઓએ જ્યાં સ્થવિર ભગવત વિરાજમાન હતા તે તરફ પ્રસ્થાન કર્યું. સૂપ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૩૧૪