Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उ उ भयमाणं, फ सिदियदुईत इत्यादि ।
જે પ્રાણુઓ સ્પશેન્દ્રિયને વશ થાય છે, તેઓ પોતાની સ્પર્શેન્દ્રિયની લુપતાથી હેમંત વગેરે દરેકે દરેક ઋતુઓના સુખ ભોગવે છે. તેમજ સંપત્તિવાળાઓના હદય અને મનસુખદ સ્પર્શોમાં આસક્ત બનીને રહે છે. આમ કરતાં કરતાં જ્યારે તેમની આ સ્પર્શેન્દ્રિય દુદ્દત બની જાય છે ત્યારે તે પ્રાણીઓ ( હાથિણી) ને સ્પર્શવામાં લુબ્ધ બનેલા મત્ત ગજરાજના મસ્તકને વિદીર્ણ કરી નાખે છે તેમજ આ સ્પર્શેન્દ્રિય વડે વિનષ્ટ કરી નાખવામાં આવે છે, જે ગા. ૯-૧૦ છે
कलरिभिय, थणजहण, अगुरुवरपवर, तित कडुय उ उ भयमाण, इत्यादि ।
આ ગાથાઓ વડે સૂત્રકાર આ વાત સ્પષ્ટ કરવા માગે છે કે જે શબ્દ વગેરે પાંચે ઈન્દ્રિના વિષયોમાં આસક્ત થતાં નથી, તેમનું વશામરણ થતું નથી, આ ગાથાઓની વ્યાખ્યા સરળ છે.
- જે પ્રાણી કર્ણ ઇન્દ્રિયના વિષયભૂત રૂપમાં, નાસિકા ઈન્દ્રિયના, વિષયભૂત ગંધમાં. જીહ્વા ઇન્દ્રિયના વિષયભૂત રસમાં તેમજ સ્પર્શન ઈન્દ્રિયના વિષય ભૂત સ્પર્શમાં અત્યંત આસક્ત-વૃદ્ધ થતા નથી, તેઓ વશામરણને પ્રાપ્ત કરતા નથી. ગા. ૧૧-૧૫ છે
सद्देसुय, फासेसुय इत्यादि एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तरसमस्स णायज्झयणस्स अयमहे पण्णत्ते त्ति बेमि ।।
સૂત્રકાર હવે આ પાંચ ગાથાઓ વડે એ વાત સ્પષ્ટ કરવા ઈચ્છે છે કે અનુકૂળ-પ્રતિકૂળ શબ્દાદિ વિષયમાં શ્રમણજનેને કદાપિ રાગ-દ્વેષ નહિ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૨૭૨