Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
एवं खलु देवाणुप्पिया णट्टमइए जाव अवहिए त्ति कटु तओ ओहयमणसंकप्पे जाव झियामि)
ત્યાં જઈને તેમણે તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! શા કારણથી તમે અપહતમનઃ સંક૯૫વાળા થઈને આર્તધ્યાન કરી રહ્યા છે. તેઓ સર્વેની આ વાત સાંભળીને નિયામકે તે ઘણું કુક્ષિધાર ૪ વગેરે બધાને આ પ્રમાણે કહ્યું કે સાંભળે, વાત એવી છે કે અત્યારે હું નષ્ટ મતિજ્ઞાનવાળો થઈ ગયે છું. મને એ જાતની પણ સમજ પડતી નથી કે આ મારી નૌકા મહાવાત વડે પ્રેરાઈને કયા દેશમાં અને કઈ દિશા અથવા તે વિદિશામાં તણાઈ આવી છે. એટલા માટે હું અત્યારે નિરાશ મનવાળો થઈ ગયે છું.
(तएण ते कुच्छिधारा य ४ तस्स णिज्जामयस्स अंतिए एयमट्ट सोचा णिसम्म भीया ५ हाया कयवलिकम्मा करयलबहूणं इंदाण य खंधाण य जहा मल्लिनाए जाव उवायमाणा २ चिट्ठति, तएणं से णिज्जामए तो मुहत्तरस्स लद्धमइए ३ अमूढदिसाभाए जाए यावि होत्था)
તે કુક્ષિધાર વગેરે લેકેએ નિર્યામકના મુખથી આ પ્રમાણે વચન સાંભળીને અને તેમને હૃદયમાં ધારણ કરીને ભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન અને ઉત્પન્ન ભયવાળા થઈ ગયા. તેઓએ તત્કાળ સ્નાન તેમજ કાગડા વગેરે પક્ષીએને અન્નભાગ વગેરે આપીને બલિકર્મ કર્યું અને ત્યારપછી તેઓએ પિતાના હાથોની અંજલિ બનાવી અને તેને મસ્તકે મૂકીને ઘણા ઇન્દ્રોની, ઘણા રૂદ્ર વગેરે દેવતાઓની ઘણું દેવીઓની–મલ્લી નામક અધ્યયનમાં જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે તે પ્રમાણે સેંકડે જાતની વારંવાર માનતા માની, તેમને પ્રસાદ ચઢાવવાની અનેક જાતની પ્રતિજ્ઞા કરી. ત્યારપછી તે નિર્યા. મકની વિવેક શક્તિ જાગ્રત થઈ ગઈ. તેને દિશાઓનું જ્ઞાન થવા લાગ્યું. માર્ગનું જ્ઞાન તેને થઈ ગયું તેમજ આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે, વગેરે રૂપથી પણ તેને દિશાઓના વિભાગોનું જ્ઞાન થઈ ગયું. __(तएणं से णिज्जामए ते बहवे कुच्छिधारा य ४ एवं वयासी एवं खलु अहं देवाणुप्पिया ! लद्धमइए जाव अमूढदिसाभाए जाए-अम्हेणं देवाणुप्पिया !
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૫૬