Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सागडं, भरेंति, भरित्ता संजोइंति, संजोइत्ता जेणेव हस्थिसीसए णयरे तेणेव
ભરીને તેઓ બધા પોતાની પીઠ તરફથી વહેતા અનુકૂળ પવનની સહાયતાથી જ્યાં વહાણ ઊભું રાખવાનું સ્થાન–બંદર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે પોતાના વહાણને લંગર નાખીને લાંગર્યું. વહાણને લાંગરી તેમણે શકટી–ગાડી, અને શકટે-ગાડાંઓને સુસજજ કર્યા. દેરી વગેરેથી બાંધીને તેમને તિયાર કર્યા. જ્યારે તે સારી રીતે સુસજજ થઈ ગયાં ત્યારે તે લોકોએ નાની નાની નૌકાઓથી તે વહાણમાં મૂકેલા હિરણ્યથી માંડીને વા સુધીના બધા સામાનને ઉતારી લીધે, અને ઉતારીને તે શકટી-ગાડી અને શકટોગાડાઓમાં ભરી દીધે. ભર્યા પછી તેમણે તે શકટી–ગાડી અને શકટો-ગાડાંએને જોતર્યા અને જેતરીને તેઓ જ્યાં હસ્તિ શીર્ષ નગર હતું ત્યાં ગયા.
( उवागच्छित्ता हथिसीसयस्स नयरस्स बहिया अग्गुज्जाणे सत्यणिवेसं करेंति, करित्ता सगडीसागडं मोएंति, मोइत्ता महत्थं जाव पहुडं गेहंति गेण्हित्ता हत्थिसीसं नगरं अणुपविसंति, अणुपविसित्ता, जेणेव कणगकेक राया तेणेव उवा નજી, કવારિકા નાવ ૩તિ )
ત્યાં આવીને તેઓ બધા તે હસ્તિશીષ નગરની બહારના મુખ્ય ઉદ્યાનમાં રોકાઈ ગયા, ત્યાં રોકાઈને તેમણે ત્યાં જ શકટી-ગાડી અને શાકગાડાંઓને છોડી મૂક્યાં. ત્યારબાદ તેમણે મહાઈ–મહાપ્રયજન સાધક ભૂત થાવત્ ભેટને પિતા પોતાના હાથમાં લીધી અને લઈને તેઓ હસ્તિશીષ નગરમાં પ્રવિષ્ટ થયા. નગરમાં પ્રવિષ્ટ થઈને તેઓ જ્યાં કનકકેતુ રાજા હતો ત્યાં પહેચ્યા. ત્યાં પહોંચીને તેમણે તે મહાપ્રયજન સાધક રૂપ ભેટને રાજાની સામે મૂકી દીધી. એ સૂત્ર ૨
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩
૨૫૯