Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ પ્રમાણે પાંડેનું કથન સાંભળીને દ્રૌપદી દેવીએ તે પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે જ્યારે સંસારભયથી ઉદ્વિગ્ન થઈને પ્રવજ્યા ગ્રહણ કરવા ઈચ્છે છે ત્યારે તમારા વગર મારા માટે આ સંસારમાં બીજું કયું આલંબન અથવા તે બીજે કયે આધાર થશે ? એટલા માટે હું પણ તમારી સાથે સંસારભયથી ઉદ્વિગ્ન થઈને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. આ પ્રમાણે દ્રૌપદી દેવીનું કથન સાંભળીને તે પાંચે પાંડેએ પાંડુસેન કુમારને રાજ્યાભિષેક કરીને તેને રાજયાસને બેસાડી દીધું. આ પ્રમાણે પાંડુસેન કુમાર રાજા થઈ ગયો યાવતુ તે રાજ્યનું સારી રીતે રક્ષણ કરવા લાગ્યું.
(तएणं ते पंच पंडवा दोवईय देवी अन्नया कयाइं पंडुसेणरायाणं आपुच्छंति, तएणं से पंडुसेणे राया कोड बियपुरिसे सदावेइ, सद्दावित्ता एवं वयासी, खिप्पामेव भो देवाणुप्पिया ! निक्खमाणाभिसेयं जाव उवट्ठवेह, पुरिससहस्सवाहणीओ सिवियाओ उवट्ठवेह, जाव पच्चोरुहंति, पच्चोरुहित्ता जेणेव थेरा तेणेव उवाग. आलित्तेणं जाव समणा जाया, चोद्दस्सपुव्वाइं अहिज्जंति, अहिज्जित्ता बहूणि बासाइं छमदसमदुवालसेहिं मासदमासखमणेहिं अप्पाणं भावेमाणा विहरंति)
ત્યારપછી પાંચે પાંડવોએ અને દ્રૌપદી દેવીએ કોઈ એક વખતે પાંડુસેન રાજાને દીક્ષા ગ્રહણ કરવા માટે પૂછ્યું. ત્યારે પાંડુસેન રાજાએ કૌટુંબિક પુરુ
ને બોલાવ્યા બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લોકે દીક્ષા વખતે ઉપયોગમાં આવનારી બધી વસ્તુઓ જદી લઈ આવે તેમજ પુરુષ સહસવાહિની પાલખી પણ લઈ આવે. આ પ્રમાણે પાંડુસેન રાજાના વચન સાંભળીને તે કૌટુંબિક પુરુષોએ “તથાસ્તુ ” કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને દીક્ષા માટે ઉપયોગી એવી બધી વસ્તુઓ તેમજ પુરુષસહસવાહિની પાલખી લઈ આવ્યા. ત્યારપછી તે પાંચે પાંડવો તે પુરુષ સહસ્ત્રવાહિની પાલખીઓ ઉપર સવાર થઈને પાંડુ-મથુરા નગરીની વચ્ચે થઈને નીકળ્યા. ત્યાંથી નીકળીને તેઓ જ્યાં વિર હતા ત્યાં પહોંચ્યા, ત્યાં પહોં. ચીને તેઓ બધા પાલખીઓમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને સ્થવિશેની
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૨૪૬