Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વિનંતિ) વિહાર કર્યો. ( કવિમિત્તા) વિહાર કરીને તેઓ ( દિન જ્ઞાવિહાર વિહરતિ ) બહારના જનપદમાં વિહાર કરવા લાગ્યા.
(तेणं कालेणं तेणं समएणं अरिहा अरिहनेमी जेणेव सुरट्ठा जणवए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुरहा जणवयंसि संजमेणं तवसा अपाणं भावेमाणे एवमाइक्खइ)
તે કાળે અને તે સમયે અહત અરિષ્ટનેમિ પ્રભુ વિહાર કરતાં કરતાં જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ તે સૌરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા લાગ્યા.
જ્યારે ત્યાંના ઘણા લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યું કે
( एवं खलु देवाणुप्पिया ! अरिहा अदिट्ठनेमी सुरद्वाजणवए जाव वि० तएणं ते जुहि ढिल्लपामोक्खा पंच अणगारा बहुजणस्स अंतिए एयमढे सोच्चा अन्नमन्त्र सद्दावेंति, सद्दावित्ता एवं वयासी एवं खलु देवाणुप्पिया! अरिहा अरिहनेमी पुन्वाणु० जाव विहरइ, तं सेयं खलु अम्हं थेरा आपुच्छित्ता अरहं अरिहनेमि वंदणाए गमित्तए)
હે દેવાનુપ્રિયે ! સાંભળો, અહંત અરિષ્ટનેમિ પ્રભુ તિર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં ચાવતું સૌરાષ્ટ્ર જનપદમાં પધારેલા છે. લેકોના મુખથી આ વાતને તે પાંચે યુધિષ્ઠિર વગેરે અનગારોએ સાંભળી. ત્યારે તેઓએ પરસ્પર એક બીજાઓને બેલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! સૌરાષ્ટ્ર જનપદમાં તીર્થંકર પરંપરા મુજબ ભગવાન અરિષ્ટનેમિ વિહાર કરી રહ્યા છે એથી વિશેની આજ્ઞા મેળવીને અરિષ્ટનેમિને વંદન કરવા માટે અમારે જવું જોઈએ.
(અમરાસત વન વિભુતિ, પરિણિત્તા નેવ થરા માવંતો, તેવ उवागच्छइ, उवागच्छित्ता थेरे भगवंते वंदंति णमंसंति, वंदित्ता गमंसित्ता एवं वयासी-इच्छामो णं तुम्भेहि अब्भणुनाया समाणा अरहं अरिहनेमि जाव गमित्तए
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૪૮