Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કે તે પાંડુ રાજા કેઈ એક વખતે પાંચ પાંડવે, પિતાની પત્ની કુંતી દેવી અને પુત્ર વધુ દ્રૌપદીની સાથે રણવાસના મહેલની અંદર પિતાના પરિવારની સાથે સિંહાસન ઉપર બેઠા હતા. (રૂમ = 1 ) તે વખતે
( कच्छुल्लणारए पंडरायभवणंसि अइवेगेण, समोवइए दंसणे णं अइभद्दए विणीए अंतोय कलुसहियए मज्झत्थोवत्थिए य, अल्लीणसोमपियदसणे सुरूवे अमइलसगलपरिहिए)
પાંડુ રાજાના ભવનમાં કચ્છલ નામથી પંકાયેલા નારદ ગગન–આકાશ માગથી બહુ જ વેગથી ઉતરીને આવ્યા. નારદ દેખાવમાં અત્યંત ભદ્ર હતા. ઉપર ઉપરથી તેઓ એકદમ વિનમ્ર હતા. પણ અંતર તેમનું મન ખૂબ જ કલુષિત હતું. ફક્ત ઉપર ઉપરથી જ તેઓ માધ્યસ્થ ભાવ સંપન્ન હતા. આશ્રિત વ્યક્તિઓને તેમનું દર્શન આહૂલાદક અને પ્રતિકારક હતું. તેમની આકૃતિ ખૂબ જ સુંદર હતી. તેમનું વલ્કલ રૂપ પરિધાન, એકદમ સ્વચ્છ-નિર્મળ હતું અને અંડરહિત હતું.
(कालमियचम्मउत्तरासंगरइयवच्छे दण्डकमण्डलुहत्थे जडामउडदित्तसिरए, जन्नोवइय गणेत्तियमुंजमेहलवागलधरे, हत्थकयकच्छभीए पियगंधब्बे, धरणिगोयरप्पहाणे, संवरणावरणिओवयणिउप्पयणिलेसणोसु य संकामणि अभिओगपण्णत्ति गमणीथंभणीसुय बहुसु विज्जाहरीसु विज्जासु विस्सुयजसे )
તેમનું વક્ષસ્થળ કાળા હરણના ચર્મરૂપ ઉત્તરાસંગથી શોભતું હતું. દંડ અને કમંડળ તેમનાં હાથમાં હતા. જટા રૂપી મુકુટથી તેમનું મસ્તક પ્રકાશિત થઈ રહ્યું હતું. યજ્ઞ સૂત્ર-જનઈ, ગણેત્રિકા-કાંડામાં પહેરવાના આભરણ રૂપ રૂદ્રાક્ષની માળા, મુંજ-મેખલા-મુંજનું બનેલું કેડમાં પહેલવાનું બંધન સૂત્ર અને વૃક્ષકની છાલ તેઓએ ધારણ કરેલી હતી. હાથમાં તેઓએ કચ્છ પિકા-વીણા ધારણ કરેલી હતી. સંગીત તેમને ખૂબ જ ગમતું હતું. ભૂમિ ગોચરીઓને વચ્ચે તેઓ પ્રધાન હતા કેમકે તેઓ આકાશમાં વિચરણ કરતા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૯૭.