Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सयसहस्सा विछिन्नं वीइवइत्ता पउमणामं हय महिय जाव पडिसेहित्ता अमरकंका संभग्ग० दोवई साहत्थि उवणीया तयाणं तुम्भेहिं मम माहप्पं ण विण्णायं इयाणि जाणिस्सह, तिकट्टु लोहदंडं परामुसइ, पंचण्डं पंडवाणं रहे चूरेइ, चूरित्ता णिव्विसए आणवेइ आणवित्ता तत्थणं रहमदणे णामं कोड्डे णिवेढे, तएणं से कण्हे वासुदेवे जेणेव सए खंधावारे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता सएणं खंधा वारेणं सद्धि अभिसमन्नागए यावि होत्था तएणं से कण्हे वासुदेवे जेणेव बारवइ તેવ ઉવાજી, વાછરા ગyપરિણ3)
તે પાંચે પાંડવોના મુખથી આ કથનરૂપ અને સાંભળીને અને તેને પોતાના હૃદયમાં અવધારિત કરીને તે કૃષ્ણ વાસુદેવ એકદમ ક્રોધાવિષ્ટ થઈ ગયા. ત્રિવલિયુક્ત તેમના બંને ભમ્મરે વક્ર થઈ ગયા. તેમણે તે જ સમયે પાંડવોને આ પ્રમાણે કહ્યું કે આ ખરેખર નવાઈ જેવી વાત છે કે જ્યારે મેં ૨ લાખ
જન વિસ્તીર્ણ લવણ સમુદ્રને ઓળંગીને પદ્મનાભ રાજાને યુદ્ધમાં જ, તેની સેનાને મથી નાખી, રાજચિહ સ્વરૂપ તેની પ્રશસ્ત વિજા પતાકાઓને જમીનદોસ્ત કરી નાખી તેની રાજધાની અમરકંકા નગરીને નષ્ટ કરી નાખી અને તેની પાસેથી દ્રૌપદીને લાવીને તમને સેંપી દીધી તે વખતે તમે લેકે મારા બળને જાણી શક્યા નહિ તે હવે મારા બળને તમે જુએ-આમ કહીને તે કૃષ્ણવાસુદેવે લેહદંડને હાથમાં લીધો અને તેનાથી તેમણે પાંચે પાંડવોના રથના ભૂકેલૂકા ઉડાવી દીધા. રથને નષ્ટ કરીને તેમણે પાંચે પાંડવોને દેશથી બહાર જતા રહેવાની આજ્ઞા આપી. આજ્ઞા આપીને તે કુણવાસુદેવે તે સ્થળેજ એક રથમન નામે નગર વસાવ્યું. ત્યાર પછી તે કૃષ્ણવાસુદેવ જ્યાં પિતાના સિન્યની છાવણી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ પોતાના સૈનિકોને મળ્યા, ત્યારબાદ તેઓ જે તરફ દ્વારાવતી નગરી હતી તે તરફ રવાના થયા. ત્યાં પહોંચીને તેઓ દ્વારાવતી નગરીમાં પ્રવિષ્ટ થયા. એ સૂત્ર ૩૧ .
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૩૯