Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઢાળહિવટું પરામિ) હે દેવાનુપ્રિયે ! તમે લેકે હવે જાઓ અને ગંગા નદીને ઓળગે ત્યાં સુધી હું લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળીને અને તેમની આજ્ઞા પ્રાપ્ત કરીને આવું છું.
(तएणं ते पंच पंडवा कण्हेणं वासुदेवेणं एवं वुत्ता समाणा, जेणेव गंगा महानई तेणेव उवागच्छंति उवागच्छित्ता एगठियाए णावाए मग्गणगवेसणं करेंति, करित्ता एगठियाए नावाए गंगा महानई उत्तरंति )
આ રીતે કૃષ્ણ વાસુદેવ વડે આજ્ઞાપિત થયેલા તે પાંચ પાંડવે જ્યાં ગંગા મહા નદી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે એકાર્થિક મહાનીકા જેવી કામમાં આવી શકે તેવી નૌકાની માર્ગણા તેમજ ગષણ કરી. માર્ગણ તેમજ ગવેષણ કરીને તે પાંચ પાંડવો નૌકા ઉપર સવાર થઈને ગંગા મહા નદીને પાર ઉતરી ગયા.
(૩ત્તાિ ઝorsi gવં વાંતિ વાણિયા! રે વારે ગંગાमहानई वाहाहि उत्तरित्तए, उदाहु णो पभू उत्तरित्तए तिकटु एगठियाओ णावाओ णूमेंति, मित्ता कण्हं वासुदेवं पडिवालेमाणार चिट्ठति, तए णं से कण्हे वासुदेवे सुद्वियं लवणाहिवई, पासइ, पासित्ता जेणेव गंगा महाणई तेणेव उवागच्छइ )
પાર ઉતરીને જ્યારે તેઓ કિનારે પહોંચી ગયા ત્યારે તેમણે પરસ્પર વિચાર કર્યો કે હે દેવાનુપ્રિયા ! કૃષ્ણ વાસુદેવ ગંગા મહાનદીને હાથ વડે તરીને પાર કરી શકે કે નહિ ? આમ વિચાર કરીને તેમણે તે “એકાર્થિ” નૌકાને કૃષ્ણવાસુદેવને લાવવા માટે પાછી મોકલી નહિ પણ ત્યાંજ છુપાવી દીધી. અને છુપાવીને તેઓ ત્યાંજ કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરતા રોકાઈ ગયા. કૃષ્ણ વાસુદેવ લવણું સમુદ્રાધિપતિ સુસ્થિતદેવને મળ્યા અને તેની આજ્ઞા પ્રાપ્ત કરીને જ્યાં ગંગા નદી હતી ત્યાં આવ્યા.
(उवागच्छित्ता एगट्टियाए सव्वभो समंता मग्गणगवेसणं करेइ, करिता एगट्टियं अपासमाणे एगाए बाहाए रहं सतुरग ससारहिं गेहइ, एगाए बाहाए
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૩૬