Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કે હે દેવાનુપ્રિયે ! તમે સુધર્મા સભામાં જાઓ, ત્યાં જઈને તમે સોનાહિકી ભેરી વગાડે, તે કૌટુંબિક પુરુષોએ પણ તે પ્રમાણે જ આજ્ઞાનું પાલન કર્યું. સુધમ સભામાં જઈને તેઓએ સાંનાહિક ભેરી વગાડી. સોનાહિકી ભરીને અવાજ સાંભળીને સમુદ્રવિજય વગેરે દશ દશોં યાવત્ પ૬ હજાર પ્રમિત બળવીર પુરૂષ કવચ વગેરેથી સુસજજ થઈને યાવત આયુધ પ્રહરણને લઈને તૈયાર થઈ ગયા. અહીં યાવત શબ્દથી “સાહિતશતનવર્દૂ, વાદ્ધ રૈવેચવૈદ્ધાવિવિમવરહ્મપટ્ટાઃ” આ પાઠને સંગ્રહ થયો છે. આ શબ્દની વ્યાખ્યા આ અધ્યયનમાં જ પહેલાં કરવામાં આવી છે. આમાં કેટલાક ઘેડાઓ ઉપર, કેટલાક હાથીઓ ઉપર બેસીને તેમજ કેટલાક માણસોના સમૂહથી પરિવૃત થઈને જ્યાં તે સુધર્મા, સભા અને જયાં કૃષ્ણ-વાસુદેવ હતા ત્યાં આવ્યા.
(उवागच्छित्ता करयल जाव वद्धाति, तएणं कण्हे वासुदेवे हत्थि खंधवरगए सकोरेंटमल्लदामेणं छत्तेणं० सेयवर हयगय महया भडचडगरपहकरेणं वारबईए णयरीए मज्झं मज्ज्ञेणं णिगच्छइ जेणेव पुरथिमवेयाली तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंचहिं पंडवेंहि सद्धिं एगयओ मिलइ, मिलित्ता खंधावारणिवेसं करेइ, करित्ता पोसहसालं अणुपविसइ, अणुपविसित्ता, सुट्ठियं देवं मणसिं करेमाणे २ चिट्ठइ, तएणं कण्हस्स वासुदेवस्स अट्ठमभत्तंसि परिणममाणं सि सुडिओ आगओ भणदेवाणुप्पिया ! जं मए कायव्वं )
ત્યાં પહોંચીને તે બધાએ બંને હાથ જોડીને બહુ જ વિનમ્રતાથી નમસ્કાર કરતાં વિજય શબ્દથી તેમને વધામણી આપી. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ હાથી ઉપર સવાર થયા. સવાર થતાં જ છત્રધારીઓએ તેમની ઉપર કરંટ પુષ્પોની માળાથી શોભતું છત્ર તાર્યું તેમજ ચામર ઢાળનારાઓએ ચામર ઢળવાની શરૂઆત કરી. આ પ્રમાણે ઘોડા, હાથી, રથ અને પાયદળથી પરિવૃત્ત થયેલા તે કૃષ્ણ-વાસુદેવ મહાભટોના સમૂહની સાથે સાથે દ્વારાવતી નગરીની વચ્ચે થઈને પસાર થયા અને જ્યાં તે લવણું સમુદ્રને પૂર્વ કિનારે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૧૭.