Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પરિસ્થિતિમાં લાચાર થઈને યાવત્ યુદ્ધભૂમિમાં પેાતાની જાતને ટકાવી શકવામાં પણ અસમર્થ જાણીને પાંચે પાંડવા જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં પહોંચતાં જ કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવાને આ પ્રમાણે કહ્યું કે તમે લેાકેા પદ્મનાભ રાજાની સાથે યુદ્ધૃરત થઈને પરાજીત થઇ ગયા છે ? ત્યારે તે પાંચે પાંડવાએ કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! અમે બધા આપતી આજ્ઞા મેળવીને કવચ વગેરેથી સુસજ્જિત થઈને રથા ઉપર સવાર થયા. સવાર થઇને અમે જ્યાં પદ્મનાભ રાજા હતા ત્યાં ગયા. ત્યાં પહાંચીને અમે બધા તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને તેને પરિણામે અમે હારી ગયા છીએ. હાર પામીને અમે એવી ભય'કર પરિસ્થિતિમાં સપડાઇ ગયા હતા કે જેથી એક દિશા તરફથી બીજી દિશા તરફે જવામાં પણ અસ થઈ ગયા અથવા તે તેણે અમને એક દિશામાંથી ખીજી દિશા તરફ ભગાડી મૂકયા છે. ( સળ' હૈ ળ્યે વાયુર્વે તે વં. વં. ) ત્યારે કૃષ્ણ વાસુદેવે તે પાંચ પાંડવાને આ પ્રમાણે કહ્યું કે—
( जणं तुभे देवाणुपिया ! एवं वयंता अम्हे णो पउमणामे राय त्ति कट्टु पउमनाभेणं सद्धिं संपलग्गं ताओ णं तुब्भे णो परमणाहे, हयमहियपवर जाव पडिसेहते, तं पेच्छहणं तुब्भे देवाणुपिया ! अहं जो पउमणाभे रायत्ति कट्टु पउमनाभेणं रन्ना सद्धिं जुज्झामि रहं दुरूहइ, दुरुहित्ता जेणेव पउमणाभे राया तेणेव उवागच्छड, उवागच्छित्ता सेयं गोखीरहारधवलंतणसोल्लियसिंदुवार कुंदेंद्र सन्निगासं निययवलस्स हरिसजणणं रिउसेण्णविणासकरं पंचजणं संखं परामुस ) હે દેવાનુપ્રિય ! તમે તે પહેલેથી જ આ પ્રમાણે કહેતા હતા કે અમેજ જીતીશુ, પદ્મનાભ રાજા જીતશે નહિ. અને આ પ્રમાણે વિચાર કરીને જ તમે લેાકેાએ પદ્મનાભ રાજાની સાથે યુદ્ધની શરૂઆત કરી હતી, આવી પરિસ્થિમાં તા તમારે જીત મેળવવી જોઇએ, પદ્મનાભ રાજાની જીત નહિ થવી જોઈએ. તમે લેાકેા તેને પીડિત ઘેાડાએવાળે મનાવત, તમને તે નહિ પણ આ ખધી તમારી મનની ઇચ્છા સફળ થઈ શકી નહિ. એથી હે દેવાનુપ્રિયા ! હવે જુએ,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૨૫