Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શ્રતિ યાવત્ પ્રવૃત્તિ મેળવી નહિ ત્યારે તેમણે કુંતી દેવીને બોલાવી. (નંદા વિ. g૦ વાપી) અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું –
(गच्छह णं तुम देवाणुप्पिया ! वारवई नयरिं कण्हस्स वासुदेवस्स एयमg णिवेदेहि, कण्हेणं परं वासुदेवे दोवईए मग्गणगवेसणं करेज्जा अन्नहा न नज्जई, दोवईए देवीए सुती वा खुती वा पवत्ती वा उवलभेज्जा)
હે દેવાનુપ્રિયે ! તમે દ્વારાવતી નગરીમાં કૃષ્ણવાસુદેવની પાસે જાઓ અને તેમને આ પ્રમાણે વિનંતી કરે કે સુખથી સુતેલી દ્રૌપદીનું કેઈએ હરણ કરી લીધું છે. હરણ કરીને તેને કયાંક મૂકી દીધી છે અથવા તે કઈ કવામાં કે ખાડામાં નાખી દીધી છે. ન જાણે શું થઈ ગયું છે? કૃષ્ણવાસુદેવ મને ખાત્રી છે કે ચેકસ દ્રૌપદી દેવીની માર્ગણુ ગષણ કરશે નહિંતર દ્રૌપદી દેવીની ઐતિ, ક્ષતિ અથવા પ્રવૃત્તિની જાણ અમને થશે એવી શકયતા જણાતી નથી, (तए ण सा कोंतो देवी पंडुरण्णा एवं वुत्ता समाणी जाव पडिसुणेइ, पडिसुणित्ता, हाया कयवलिकम्मा हथिखंधवरगया हथिणाउर मज्झं मझेणं णिगच्छइ, णिगच्छित्ता कुरुजाणवय मझ मझेण जेणेव सुरद्वजणवए जेणेव बारवई णयरी जेणेव अग्गुज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हथिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एव वयासी) ત્યારપછી પાંડુરાજા વડે આ પ્રમાણે આજ્ઞાપિત થયેલી કુંતી દેવીએ પાંડુરાજાની આજ્ઞાને સ્વીકારી લીધી અને સ્વીકારીને તેણે સ્નાન કર્યું. કાગડા વગેરે પક્ષીઓને અન્નભાગ અર્પીને બલિકર્મ કર્યું ત્યારપછી તે હાથી ઉપર સવાર થઈને હસ્તિનાપુર નગરની વચ્ચે થઈને નીકળી. નકળીને તે કુરૂદેશની વચ્ચે થઈને જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું અને તેમાં પણ જ્યાં અગ્ર ઉદ્યાન હતું કે જેમાં બહારથી આવનારા પથિકે વિશ્રામ માટે રોકાતા હતા-તેમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૧૧