Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ઉત્તર–આ વાત એગ્ય નથી, કેમકે મૂર્તિ પૂજા કરનારા લોકો અનંગ સિદ્ધોની મૂર્તિ બનાવીને તેની પૂજા કરતા રહે છે જે કે શાસ્ત્રોમાં સિધ્ધની મૂર્તિ બનાવવાની આજ્ઞા કરવામાં આવી નથી છતાંય મૂર્તિ પૂજક લેકે પિતાની કલ્પનાથી તેમની પણ મૂર્તિ બનાવીને પૂજા કરે જ છે. તેમજ લૌકિક શાસ્ત્ર પ્રસિદ્ધ અનંગ કામદેવની પણ લેકે પિતાની કલ્પના મુજબ મૂર્તિ બનાવીને તેને પૂજે છે, આમાં વાંધા જેવી કોઈ વાત નથી.
લક્ષ્મી, ગૌરી વગેરે દેવીઓની પૂજા લેકમાં પોતાની ઈચ્છા મુજબ પતિ મેળવવાની કામનાથી સ્ત્રીઓ વડે કરવામાં આવે જ છે. લૌકિક મંત્ર શાસ્ત્રમાં મંત્ર રન મંજૂષામાં કામદેવનું આરાધન “વશ્વામિષ્ટાનવાનોતિ નામી ઘર માનવાજૂ” આ અદ્ધશ્લેક વડે ઇચ્છિત પ્રતિપ્રાપ્તિનું કારણ બતાવવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ તે લગ્નના સમયે લેકમાં કુળ દેવતાનું પૂજન કરવામાં આવે જ છે. આ કુળદેવતાનું પૂજન જ એક રીતે કામદેવની પૂજનનું અનુસરણ છે. એક વખત એ હતું કે જ્યારે કામદેવજ, રાશાળી ગૃહસ્થ લોકોને માટે કુળ દેવતાના રૂપમાં લગ્ન-સંબધી વ્યવહારમાં માન્ય ગણાતે હતો. દ્રૌપદીએ પણ તે સમયે જે કુળ દેવતાનું પૂજન કર્યું તે કામદેવનું જ પૂજન કર્યું હતું એ જ વાત બરોબર લાગે છે. આ પૂજનના પ્રકરણમાં જે “નમોલ્યુ' સરિતા ” આ પાઠ આવે છે તે પ્રવચન વિરૂદ્ધ જ છે કેમકે લૌકિક કુળદેવતાની પ્રતિમાના અર્ચન-પ્રકરણમાં લેકર અહંત ભગવાનના પ્રકારણને સંબંધ જ શી રીતે યોગ્ય કહી શકાય તે વખતે કે જયારે તે પૂર્વ ભવમાં કરેલા નિદાનથી યુક્ત હતી અને કામગમાં અનરક્ત હૃદયવાળી હતી એવી સ્થિતિમાં તે તેના માટે કામદેવની અર્ચના કર વાને વખત જ સ્પષ્ટ રૂપે જણાઈ આવે છે. કામગથી વિરત વીતરાગ માર્ગના ઉપદેશક વીતરાગ પ્રભુ અહત ભગવાનની પૂજા વંદના માટે તે વખત યોગ્ય કહી શકાય નહિ. આ સિધ્ધાંત જ શાસ્ત્રાનુકૂળ છે બીજે નહિ. યુદ્ધમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૮૬