Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્ઞાનાવરણીય વગેરે કર્મોને બંધ કરાવનાર હવા બદલ ગ્રન્થ સ્વરૂપ, વિરુદ્ધ જ્ઞાનને ઉત્પન્ન કરનારું હોવાથી મોહ રૂપ, નિગોદ વગેરે જેનું આમાં મરણ થાય છે માટે માર સ્વરૂપ તેમજ નારકીઓની દશ પ્રકારની યાતનાનું કારણ રૂપ હોવાથી આ નરક રૂપ માનવામાં આવ્યું છે. આ રીતે આ જીવ આ પૃથ્વિકાયના સમારંભ રૂપ શસ્ત્રના ફળ સ્વરૂપ કર્મબંધ, મરણ અને નરક રૂપ ઘેરતર દુઃખાને ભેગવવા છતાં પણ અજ્ઞાનવશ થઈને તે જ શસ્ત્રને પ્રયોગ કરવા માટે ફરી તૈયાર થઈ રહ્યો છે. જો કે વિષય ભોગોમાં આસક્ત બનેલે આ જીવ શરીર વગેરેની પુષ્ટિ પરિવંદન, માનન, પૂજન અને જાતિ મરણના મેચન માટે તેમજ દુઃખોને દૂર કરવા માટે વૃશ્ચિકાયના સમારંભ રૂપ શસ્ત્રને પ્રયોગ કરે છે, પણ છતાંયે તે કર્મબન્ધ, મેહ, મરણ અને નરક રૂપ ફળને ભગવનાર જ બને છે. એટલા માટે આપણે ચક્કસ કહી શકીએ તેમ છીએ કે પ્રતિમા પૂજનને ઉપદેશ પ્રવચન માર્ગથી વિરૂદ્ધ છે. આ જાતની વિરૂદ્ધ પ્રરૂપણ કરવામાં તત્પર માણસ બધા દોષોથી રહિત, શુદ્ધ, અદ્વિતીય અને અનવદ્ય આ જૈન ધર્મને સાવદ્ય પૂજાના ઉપદેશથી કુપ્રવચનિકની જેમ કલંકિત દોષયુક્ત બનાવીને સંસાર રૂપી દાવાનલમાં ભેળા પ્રાણુઓને નાખી રહ્યો છે અને જાતે પણ મેહનીય કર્મના ઉદયથી આંધળાની જેમ થઈને સન્માર્ગથી દૂર થતાં પિતાના આત્માને અહિત અને મિથ્યાત્વના કલંકથી કલુષિત કરી રહ્યો છે. મૃગજળથી પણ કે દિવસે તરસ્યા માણસોની તરસ મટી શકી છે? જે આવું નથી તે પછી મૃગજળ જેવી આ પ્રતિમા પૂજનથી કર્તાની સમ્યકત્વ અને હિતની પ્રાપ્તિ થવા રૂપ તરસ કેવી રીતે મટી શકે તેમ છે જેમૃગજળ નિર્મળ પાણીને ઝરો થઈને તરસ્યાં પ્રાણીઓની તરસ મટાડી શક્ત તે આ પ્રતિમા પૂજા પણ દ્રવ્યલિંગિઓના પરિણામે માં શુદ્ધિ કરનારી તેમના આઠ કર્મોને નષ્ટ કરનારી અને નર, અમર અને શિવ-સુખ આપનારી પણ થઈ શકત ?
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૭૬