Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માર્ગથી દૂર ફેંકી દેનાર બતાવવામાં આવ્યો છે ત્યારે કયા કાર્યમાં ષષ્કાયના જીને સમારંભ હોય છે, તે કાર્યથી અથવા તે તે જાતના સમારંભથી જીવને સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) ને લાભ કેવી રીતે સંભવી શકે તેમ છે? એટલે કે કોઈ પણ કાળે જીવને આ કાર્યથી સ્વર્ગ કે મોક્ષને લાભ થઈ શકતો નથી.
જે માણસ પરિવંદન, મનન અને પૂજનના માટે તેમજ જાતિ અને મરણના મેચન માટે અને દુઃખેના વિનાશ માટે વૃશ્ચિકાય વગેરેને સમરંભ કરે છે, તેઓ તેનું ઉલટું ફળ ભેગવે છે. આ વાત સારી રીતે સમજાવવામાં આવી છે, કેમકે પ્રતિમા પૂજા બેધ તેમજ હિત પ્રાપ્તિના લક્ષ્યને લઈને જ કરવામાં આવે છે. પણ આ લક્ષ્યની સિદ્ધિ ન થતાં તેનાથી સાવ વિપરીત કર્તા જીવ અધ અને અહિતને મેળવે છે એવું જ શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે. છતાં ય પ્રતિમા પૂજાના કેટલાક તરફદારીઓ આ વાતને લક્ષ્યમાં ન રાખતાં શાસ્ત્ર વિરૂદ્ધ જ કથનને વળગી રહે છે. તેઓ આ પ્રમાણે કહે છે કે-આપણે થોડા વખત માટે આમ પણ માની લઈએ કે આ પ્રતિમા પૂજ. નમાં પટકાય સમારંભ થાય છે પણ આ સમારંભ સ્વાત્યુદય અને મુકિતની પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. એટલા માટે આ કર્તા જીવોના માટે અહિતનો ઉત્પાદક પણ હોતું નથી અને બેધિના લાભથી પણ તેઓને વંચિત રાખતા નથી. આ તે તેમને બેધિ અને નર અમર અને મોક્ષના સુખ સ્વરૂપ હિતને આપનાર જ હોય છે. પણ તેમનું આ કથન પ્રત્યક્ષ રૂપમાં શાસ્ત્રથી વિરૂદ્ધ જ છે. આ વાત આચારાંગ સૂત્રથી સારી પેઠે પુષ્ટ થઈ જાય છે. તેમાં પૂર્વોક્ત રીતથી પૃથ્વિકાયના સમારંભનું ફળ બતાવીને આ પ્રમાણે કહ્યું છે –
___ "एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे एस खलु नरये, एचत्थं गढिए लोए जमिणं विरूवरूवेहि सत्थेहि पुढविकम्मसमार भेणं पुढविसत्य समार'भमाणे अण्णे अणेगरूवे पाणे विहिसइ " ( आ. १ अ. २ उ.)
આ પૃવિકાયનું સમારંભ રૂપ શસ્ત્ર ચક્કસ જેના માટે આઠ પ્રકારના
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૭૫