Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કોઈ પણ સ્થાને કરી નથી. ચરિતાનુવાદ રૂપ વાકયમાં વિધિ અને નિષેધ
બોધકતા સંભવિત થતી નથી. આ ધ્યેયથી (= પિતાનુવાવરનાનિ વિધિનિરાધાનિ મવરિત) એમ માનવામાં આવે છે. નહિતર પછી સૂર્યાભદેવ વડે જેમ ઘણુ શસ્ત્રો વગેરે વસ્તુઓની પૂજા કરેલી વાત સંભળાય છે તેમજ પ્રતિમા પૂજકોના માટે પણ એમની પૂજા વિધેય રૂપમાં માની લેવી જોઈએ.
ભાવાર્થ–“ર જ દ્રૌપચાર નિવારવા માત્ર વિત્યોંમમિત્તિ છે વગેરે વાક્ય દ્વારા ટીકાકાર અભયદેવસૂરિએ આટલા પાઠને જ સ્વીકાર કર્યો છે કે દ્રૌપદીએ ફક્ત વંદના જ કરી છે. પ્રતિમા પૂજા નહિ. એથી આ વાત સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે કે જ્યારે ચરિતાનુવાદ રૂપથી પણ શાસ્ત્રમાં કઈ પણ સ્થાને ભગવાને અહંતની પ્રતિમાના પૂજન વિષે કહ્યું નથી. ત્યારે વિધિ રૂપથી પ્રતિમા પૂજન માટે ભગવાન અહંતની આજ્ઞા છે એવી માન્યતા ફક્ત કલ્પના માત્ર જ છે. આ પ્રમાણે સ્થાનકવાસી સંપ્રદાયની આ માન્યતા નિર્દોષ તેમજ શાસ્ત્રાનુકૂલ અને સત્ય છે કે અર્વતની પ્રતિમા બનાવીને પૂજવી શાસ્ત્રવિહિત માર્ગથી ઉલટે માર્ગ છે. અર્વતની પ્રતિમાની વંદના પણ દ્વિપ દીએ કરી નથી, આ વાતને પણ અમે આગળ સપ્રમાણસિદ્ધ કરવા પ્રયત્ન કરીશું.
અને બીજું પણ કે–પ્રતિમા પૂજકે વડે પ્રમાણ રૂપે સ્વીકૃત મહાનિશીથ સૂત્રમાં પણ એ જ વાત સમજાવવામાં આવી છે કે પ્રતિમા પૂજન જાતે એક સાવધ કર્યું છે. તેના નિમિત્ત જીનાલય વગેરે બનાવવા તે પણ સાવદ્ય કર્મ છે. એમ જાણીને જ કુવલયપ્રભ નામના આચાર્ય દ્રવ્યલિંગિઓ વડે પૂછાએલા પ્રશ્નના ઉત્તરમાં આ પ્રમાણે જ કહ્યું છે કે આ બધું સાવદ્યકર્મ છે. હું મારા વચનથી પણ આ વિષયનું જરાય પણ મંડન કરી શકું તેમ નથી. આ રીતે કહેનાર તે કુવલયપ્રભ નામક આચાર્ય તીર્થંકર નામ ગોત્રકમ ઉપાર્જન કરીને એક ભવાવતારી બન્યા. સાવદ્યકમ નિષેધ કરનાર હોવાથી તે ચૈત્યવાસીઓએ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૮૧