Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે હું કાઈ પણ રીતે ઉપદેશ આપવા તૈયાર નથી, હું આ જાતને ઉપદેશ કાઇપણ વખતે આપવા તૈયાર નથી કે જેમાં જીનાલય બતાવવાનું વિધાન સરખુંય હાય. આ રીતે પ્રવચન સિદ્ધાંતની સારભૂત વસ્તુસ્થિતિને સાચા રૂપમાં વગર કે।ઈ પણ જાતના સ ́કેચે-પ્રગટ કરનારા તે મુનિરાજે તે સાધુ વૈષધારી દ્રવ્ય લિંગિઆની સામે કે જેએ મિથ્યાદૃષ્ટિવાળાઓની જેમ જીવાની હિંસા કરવામાં પ્રવૃત્ત હતા શુદ્ધ પ્રરૂપણા કરી. આ રીતે શુધ્ધ પ્રરૂપણા કરવાથી હું ગૌતમ ! તીર્થંકર નામ–ગોત્રકમના અધ કર્યાં અને સસાર પણ એક ભવ જેટલા જ શેષ રહ્યો. આ ઉદાહરણથી આપણે એજ વાત સમજવી જોઇએ કે જ્યારે પ્રતિમા પૂજન માટે પણ મદિર મનાવવું સાવદ્યકમ છે અને આ સાવદ્યકાયના ઉપદેશ કરવા પણ સાધુના માટે ત્યાજ્ય છે. આ હેતુથી જ કુવલયપ્રભસૂરીએ આ કા ના નિષેધ કર્યો છે. આ નિષેધથી તેમને તીર્થંકર નામ-ગેાત્ર કમના ખંધ થયા અને સંસાર પણ તેમને માટે એકભવ જેટલેા જ શેષ રહ્યો હતા. તે પછી સ રીતે સાવદ્યકર્મોના પરિત્યાગ કરનારા બધા પ્રાણીઓની રક્ષાના નિમિત્તે અહિંસા ધર્મના પ્રચાર કરનારા પ્રવચન સિદ્ધાંતના સારને જાણનારા, સયમ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા, સમ્યકત્વની શુદ્ધિથી વિશિષ્ટ અને પ્રતિમા પૂજા નહિ કરનારા અને તેને નિષેધ કરનારા એવા સંયમીઓનું એવું કયું કામ શેષ રહ્યું છે કે જે તેમના આત્માના કલ્યાણુનું સાધનરૂપ ન હોય ?
હવે અહીં આ વાતનું વર્ણન કરવામાં આવે છે કે લગ્નના વખતે દ્રૌપદી સમ્યકત્વવાળી ન હતી
જૈન આગમેનું સારી રીતે પરિશીલન કરનારા વિદ્વાનેા આ વાતને સારી પેઠે જાણે છે કે જે જીવે જે નિદાન કર્યુ” છે-જયાં સુધી તેના ફળની પ્રાપ્તિ તે જીવને થઇ જતી નથી ત્યાં સુધી તે જીવ સમ્યકત્વથી વાચિત રહીને જીન યમથી દૂર રહે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૮૩