Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ–પૂજા કરનાર એગ્ય સમયે સારી રીતે સ્નાન કરીને જીનેન્દ્રને અભિષેક કરે તેમજ પુષ્પ વગેરેથી તેમની પૂજા કરે. જીનપ્રભસૂરિ વડે વિરચિત પૂજાવિધિમાં પણ પૂજાના વિષયમાં આ વિધિ જ બતાવવામાં આવી છે. સરસ સુગંધિત ચંદનથી ભગવાનનાં નવ અંગમાં તિલક રૂપ પૂજન કરી પૂજા કરનાર સુવાસયુક્ત, જમીન ઉપર પડેલાં નહિ, પત્ર વગરનાં તાજાં, પાંચ જાતિનાં પુછપથી પ્રભુની પૂજા કરે. પુષ્પ, અક્ષત, ગંધ, પ્રદીપ, ધૂપ, નિવૈદ્ય, ફળ અને પાણી આ આઠ દ્રવ્યોથી આઠ કર્મોને નષ્ટ કરનારી અષ્ટ પ્રકારની પૂજા હોય છે. જીન મંદિર, જીન પ્રતિમા, જીન પૂજા અને જીન મતને જે કરે છે, તે માણસની પાસે મનુષ્ય ગતિ, દેવગતિ અને મિક્ષનાં સુ આવી જાય છે. એટલે કે તે માણસ આ ગતિઓનાં સર્વોત્તમ સુખો ભેગવીને મેક્ષ સુખને ભેગવનાર બની જાય છે, માટે આ જાતનું આ પૂજનને લગતું બધું કથન પ્રવચન સિદ્ધ જ છે, કેમકે આચારાંગ સૂત્રમાં ભગવાને–( રુમાર વિ. यस्स परिवदणं माणणपूयणाए जाइमरणमोयणाए दुक्खपरिघायहेर्ड से सममेव पुढविसत्थं समारंभइ, अण्णेहिं वा पुढविसत्थं समारंभावेइ, अण्णेवा पुढविसत्थं समारंभते समणुजाणइ त से अहियाए त से अबोहिए ) इति
જીવ શા માટે પૃથ્વિીકાયન સમારંભ કરે છે” એ સવાલનો જવાબ આપતાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ જીવ આ ક્ષણભંગુર જીવન માટે પરિવંદન-પ્રશંસા માટે આશ્ચર્યોત્પાદક ઘર વગેરે બનાવવામાં માન-સત્કાર માટે કીર્તિસ્તંભે વગેરે તૈયાર કરાવવામાં, પિતાની પ્રતિષ્ઠા માટે વસ્ત્ર, રત્ન, કામળ વગેરે રૂપ પુરરકાર તેમજ પ્રતિમા પૂજન માટે, પ્રતિમા વગેરે બના” વવામાં જાતિ–પરલેકમાં સુખ પ્રાપ્તિ થાય તેના માટે, દેવ-મંદિરે વગેરે તૈયાર કરાવવામાં, મરણ-જેઓ મરણ પામ્યા છે તેવા પિતાના પિતા વગેરેની યાદમાં તૂપ, સમાધિ વગેરે બનાવવામાં, મેચન-મુકિત મેળવવા માટે દેવ-પ્રતિમા વગેરે બનાવવામાં અથવા તે ઘણી જાતનાં દુઓના વિનાશ માટે વર્તમાન કાળમાં પોતે પણ પૃથ્વિીકાયના વિનાશ સ્વરૂપ દ્રવ્યભાવ શસ્ત્રને વ્યાપાર
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૭૩