Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને બીજું પણ કે-પ્રતિમા પૂજનની પુષ્ટિ માટે “નમો વંg-રિવા વ્યાખ્યા પ્રાપ્તિની શરૂઆતમાં આવેલા આ સૂત્ર મુજબ જે તેની તરફદારી કરનારા માણસે આમ કહે છે કે “અક્ષર વિન્યાસ રૂપ બ્રાહ્મી લિપિ જેમ શ્રતજ્ઞાનના આકારની સ્થાપના રૂપ થઈને વન્ધ-વંદનીય માનવામાં આવી છે, તેમજ આકાર-સ્થાના રૂપ ભગવાનની પ્રતિમામાં પણ વંદનીયતા સ્પષ્ટ દેખીતી વાત જ છે પરંતુ આ કથનને પણ વિચાર કર્યા બાદ એગ્ય લાગતું નથી. તેમજ અતજ્ઞાન રૂપ ભાવકૃતની સ્થાપના-શ્રુતજ્ઞાન સંપન્ન અને શ્રતના પઠનની કિયા વિશિષ્ટ એવા જે સાધુ વગેરે લકે છે તેમના ચિત્ર વગેરે સ્વરૂપ હોય છે. એટલે કે શ્રુતજ્ઞાની સાધુ વગેરેના સ્વરૂપ જ શ્રુતજ્ઞાન રૂપ ભાવકૃતની સ્થાપના હોય છે. બ્રાશિ-લિપિ અક્ષર વિન્યાસ છે. તે શ્રુતજ્ઞાનની સ્થાપના છે. અહીં કૃતજ્ઞાની સાધુ વગેરેને જે ભાવથુત રૂપ કહેવામાં આવ્યું છે તે કૃતજ્ઞાન અને કૃતવાનમાં અભેદપચારથી જ કહેવાયેલ સમજવો જોઈએ. આ રૂપથીજ ભગવાને અનુગદ્વારમાં સ્થાપના આવશ્યક અને સ્થાપના કૃતનું કથન કર્યું છે. એટલા માટે લિપિમાં ભાવકૃતની કલ્પનાથી શ્રુતજ્ઞાનની સ્થાપના માનવી કોઈ પણ રીતે યોગ્ય નથી. આ પ્રમાણે જ લિપિમાં દ્રવ્યગ્રતતા પણ આવતી નથી. કેમકે દ્વાદશાંગી રૂપ અહંત પ્રવચનનું નામ શ્રત છે. આ શ્રુતજ્ઞાનને જ્ઞાતા જ્યારે તેમાં અનુપયુકત અવસ્થાવાળે હોય છે, ત્યારે તે આગમની અપેક્ષાએ દ્રવ્યશ્રુત કહેવાય છે. સંજ્ઞા અક્ષર રૂપ આકૃતિને દ્રવ્યશ્રુત કહી નથી. આ કથનથી આ વાતની પુષ્ટી થાય છે કે અભયદેવ વિરચિત વૃત્તિમાં “જમો ચંમીણ સ્ટિવી” આ પદને અર્થ સંજ્ઞા અક્ષર રૂપ દ્રવ્ય કૃતારક માનીને જે નમસ્કાર કરવામાં આવ્યા છે તે ભ્રાંતિમય છે, કેમકે પુસ્તકમાં રહેલી સંકેતિત અકાર વગેરે વર્ણની આકૃતિમાં દ્રવ્યશ્રુતતા સંભવિત નથી હોતી. વાચના, પૃચ્છના વગેરેથી અધિગત શ્રતમાં અનુપયુકત જ્ઞાતા જ દ્રવ્યશ્રત છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૭૭.