Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ડાની લીંબાળી માણસની સામે આદર મેળવવા યોગ્ય ગણાતી નથી તે પ્રમાણે હું પણ માણસે દ્વારા આદર પ્રાપ્ત કરવા લાયક રહી નથી. એટલે કે હું લેકેની સામે અનાદરણીય થઈ ગઈ છું. મેં શરદુ કાલિક અથવા સરસ Cબીના ફળનું હીંગ, જીરું વગેરે દ્રવ્યોથી યુક્ત અને ઘી વગેરેથી યુક્ત શાક બનાવ્યું છે (સુબા સુવર્ણ જોવા ઇચ ૧) એને તૈયાર કરવામાં મેં વ્યર્થ હીંગ, જીરું, મેથી વગેરે તેમજ ઘી વગેરે વસ્તુઓને દુર્વ્યય કર્યો છે (ર કf નમં કાચા નાતિ, તો મમ સ્થિતિ ખંતિ) જે મારાં દેરાણુને આ વાતની જાણ થશે તે તેઓ ચેકસ મારા ઉપર ગુસ્સે થશે અને મારી નિંદા કરશે.
(तं जाव ताच ममं जाउयाओ ण जाणंति ताव ममं सेयं एवं सालइयं तित्तालाउय बहु संभारणेहकयं एगते गोवेत्तए)
એથી અત્યારે મને એ જ ગ્ય લાગે છે કે આ શારદિક તિતિલાબ (કડવી તુંબડી) ના શાક ને-કે જે ખૂબ જ સરસ ઘી નાખીને વધારવામાં આવ્યું છે એક તરફ છુપાવીને મૂકી દઉં અને તેની જગ્યાએ (ના મgઢાર્થ જ્ઞાવ નેહાવા કવાયત્તર) બીજી શારદિક મીઠી તુંબડીનું ધી ઉપર તરી રહ્યું છે એવું શાક હીંગ, જીરું અને મેથીમાં વઘારીને બનાઉં.
( एवं संपेहेइ, संपेडित्ता तं सालाइ य जाब गोवेइ, अन्नं सालइयं महुरालाउयं उवक्खडेइ, तेसिं माहणाणं व्हायाणं जाव सुहासनवरगयाणं तं विपुलं असणं ४ परिवेसेइ) - આ જાતને તેણે વિચાર કર્યો, વિચાર કરીને તે શારદિક કડવી તુંબડીના સરસ ઘીમાં વઘારેલા શાકને એક તરફ છૂપાવીને મૂકી દીધું અને બીજી શારદિક મીઠી તુંબડી–ધી–નું હીંગ, જીરું અને મેથીને વઘાર કરીને ઉપર ઘી તરતું શાક બનાવ્યું. એટલામાં તો તેઓ ત્રણે બ્રાહ્મણે સ્નાન વગેરેથી પરવારીને ભોજનશાળામાં આવીને પિતપોતાના આસન ઉપર શાંતિથી બેસી ગયા. તેમને બેસતાં જ તેણે તેઓને અશન વગેરે રૂપ ચારે જાતને આહાર થાળીમાં પીવ.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩