Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વાતને સ્પષ્ટપણે પ્રત્યક્ષરૂપમાં જાણે છે તે પછી તેઓ જ મૂર્તિપૂજા કરવાની આજ્ઞા આપે એવી માન્યતા આકાશ પુષ્પની જેમ સંપૂર્ણ પણે અસત્ય જ સિદ્ધ થાય છે. આપણે પોતે પણ આ વાત સમજી શકીએ તેમ છીએ. કે જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. અહિંસામાં જ સાચે ધર્મ છે.
આ રીતે ધર્મના લક્ષ્યભૂત અહિંસા વગેરે ને માટે અહીં સુધી વિચાર કરવામાં આવ્યો છે. હવે આગળ તેથી વિરુદ્ધ હિંસા વગેરેની બાબતમાં વિચાર કરવામાં આવે છે–
હિંસા વગેરે પાપ છે--આમાં પ્રવૃત્ત થવાની આજ્ઞા જિન ભગવાનને કોઈને પણ આપી નથી છતાં જેઓ તેમાં પ્રવૃત્તિ કરે છે તેઓ તે આજ્ઞાથી બહિબૂત છે. એથી જિનાજ્ઞાની પ્રતિકૂળ પ્રવૃત્તિ હોવાથી જીવેને ધર્મ પ્રાપ્તિના સ્થાને એમનાથી અધર્મની જ પ્રાપ્તિ થાય છે. જેને જેનાથી અધર્મની પ્રાપ્તિ થાય છે તે પિતે અધર્મ છે હિંસા વગેરે પાપમાં અધમતા હોવાને લીધે તેઓમાં ધર્મના લક્ષણને અભાવ છે. એટલા માટે જ તેઓ ધર્મના લક્ષણથી અલક્ષ્ય થયા છે. આ ધર્મ અને અધર્મના સ્વરૂપને સમજાવવા માટે ભગવાને આવશ્યકસૂત્રમાં નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર નિક્ષેપ નું કથન કર્યું છે. તેમાં નામ, સ્થાપના, અને દ્રવ્યરૂપ ધર્મ નિક્ષેપને આરાધવાની ભગવાને જેને આજ્ઞા આપી નથી કેમ કે એમનાથી જીવેને ધર્મની પ્રાપ્તિ થતી નથી ધર્મની પ્રાપ્તિ કરાવનારે કેવળ ભાવનિક્ષેપરૂપ આવશ્યક છે. એની આરાધનાથી જ જીને ધર્મની પ્રાપ્તિ થાય છે એથી આમાં જ ધર્મરૂપતા બતાવવામાં આવી છે. એના સિવાયના બીજા નિક્ષેપમાં–આવશ્યકોમાં–રાગદ્વેષ અને હિંસા વગેરે દેને સદૂભાવ હોવાથી અને મોક્ષ માગનો ઉપદેશ આપવામાં પ્રવૃત્ત તીર્થકરોની એમની આરાધના કરવાની આજ્ઞાને અભાવ હોવાથી ધર્મના લક્ષણને સમન્વય જ થતું નથી. મુકિતને જે સાધક હોય છે તે જ જન-ધર્મ છે. આ ૩ નિક્ષેપરૂપ આવશ્યકોમાં મુકિતની સાધકતાનો અભાવ છે માટે એઓ જૈન ધર્મના પદને સ્વપ્રમાંયે મેળવી શકે તેમ નથી.
અનુગદ્વરમાં એ જ વાત કહેવામાં આવી છે— से किं तं नामावासय ? नामावस्सयं जस्स णं जीवस्स अमीवरस वा जीवाण वा
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૪૨