Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આજ્ઞાથી અહિભૂત જ સમજવા જોઇએ. આ નિક્ષેપાની કે સ્થાપના નિક્ષેપાની આરાધના કરવાથી આરાધક જીવાને ધર્મના લાભ થતા હૈાય ત્યારે તે તે તેમની આરાધના કરવા માટે ભવ્ય જીવેશને ચાસ ઉપદેશ આપતા. આરીતે પોતાના મનથી જ કલ્પના કરીને તેમની પૂજા વગેરે કરવામાં ષટ્કાય જીવાની કેટલી બધી વિરાધના હાય છે. તે જાતેજ અનુભવવા જેવી વાત છે. એટલા માટે જ્યાં આરભ છે ત્યાં ધમ તે નથી જ, અને જ્યાં ધર્મ નથી તેની આરાધનાથી કર્મોની નિર્જરા પણ થઈ શકે તેમ નથી. આ રીતે નામ, સ્થાપના અને દ્રવ્ય જિન વગેરે ત્રણ નિક્ષેપે પણ ધર્મના લક્ષણથી રહિત હોવા બદલ તેને અલક્ષ્ય માનવામાં આવ્યા છે. જ્યારે સ્થાપના જિન જ તેના માટે અલક્ષ્યરૂપ છે, ત્યારે જિનની પ્રતિમા બનાવીને તેની પૂજા વગેરે કાર્યાં પણ ધલક્ષણથી રહિત હાવાથી તે પણ તેના માટે અલક્ષ્યરૂપ છે, આવી ચેાસ ખાત્રી થઇ જાય છે. ભગવાને આ જાતની આજ્ઞા શાસ્ત્રમાં કોઈ પણ સ્થાને કરી નથી “ મોદામોલિનપ્રતિમાં ઘૂનયેતૂ ” કે મેાક્ષની ઈચ્છા રાખનારા પ્રાણી જિન પ્રતિમાનું પૂજન કરે. ધર્મની આરાધના કરવાની જ તેઓશ્રીએ આગમમાં આજ્ઞા કરી છે. જેમ આવશ્યક, દર્શન અને જ્ઞાનની આરાધના દરેકે દરેક માક્ષ ઈચ્છનારા ભવ્ય જનને કરવી ઘટે છે. જેમ આવશ્યક વગેરેની આરાધનાકરવા વિષેના ઉલ્લેખ આગમામાં મળે છે તેમજ જેમ તેમણે અહિંસા, સંયમ, તપ અને સંવર વગેરેની વિધિ શાસ્ત્રોમાં ખતાવી છે તેમ તેમણે કાઇ પણ સ્થાને પ્રતિમા પૂજનની આજ્ઞા કરી નથી અને તેની વિધિ પણ ખતાવી નથી. પ્રતિમા પૂજાને કુપ્રાવચનિક દ્રવ્ય આવશ્યકના લક્ષણથી યુક્ત હેાવા ખદલ જૈન આગમાંથી વિરૂદ્ધ જ બતાવવામાં આવી છે. કુપ્રાવથનીએ વડે માન્ય ઇન્દ્ર વગેરેના પૂજનને ભગવાને આગમની અપેક્ષાએ દ્રવ્ય આવશ્યકના ઉદાહરણ રૂપમાં ખતાવ્યું છે. એથી આ વાત સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે તેમણે ખીજી પણ બધી પ્રતિમા પૂજાને પણ આ કુમાવચનિક દ્રવ્ય આવસ્યકની જેમ દ્રવ્ય આવશ્યકમાં જ સ્થાન આપ્યુ છે. પ્રવચનમાં કુત્સિતતા, કુશાસ્રતા, હિંસા વગેરે સાધ્ય પૂજા વગેરે કાર્યર્ડની પુષ્ટિ કરવાથી જ સ'ભવે છે. બીજા ચરક
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૫૨