Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આગમની અપેક્ષાથી દ્રવ્ય આવશ્યક માનવામાં આવ્યું છે “ રોગામ” માં નો શબ્દ આગમના સંપૂર્ણપણે અભાવને કે તેના એક દેશના અભાવને બેધક છે, તેના જ્ઞશરીર દ્રવ્યાવશ્યક, ભવ્યશરીર દ્રવ્યાવશ્યક અને તદ્દવ્યતિ રિક્ત દ્રવ્યાવશ્યક આ પ્રમાણે ત્રણ ભેદે છે. આવશ્યક શાસ્ત્રને જે પહેલાં (ભૂતકાળમાં) જ્ઞાતા હતા તેમજ બીજાઓ માટે આ શાસ્ત્રને ઉપદેશ વગેરે પણ જેણે પહેલાં આપે છે એવા જીવનું અચેતન શરીર જ્ઞ શરીર દ્રવ્યાવશ્યક છે. જે જીવ અત્યારે આવશ્યક શાસ્ત્રને જ્ઞાતા નથી, ભવિષ્યકાળમાં તેને સાતા થશે તેનું તે સચેતન શરીર ભવિષ્યકાળમાં આવશ્યક શાસ્ત્રના જ્ઞાનને આધાર હોવાને કારણે ભવ્ય શરીર દ્રવ્યાવશ્યક છે. તદુવ્યતિરિકત દ્રવ્યાવશ્યક ૌકિક કુબાવચનિક અને લોકેત્તર એમ ત્રણ પ્રકારને છે. લૌકિક માણસે વડે આચરિત આવશ્યક કર્મ લૌકિક દ્રવ્ય આવશ્યક છે. જેમ રાજસભામાં જનારા રાજા, યુવરાજ, તલવર (કેટ્ટપાલ) વગેરે લેકે સવારે ઉઠીને રાજસભામાં જવા માટે પ્રથમ પ્રભાતિક વિધિયોથી પરવારે છે, મુખ ધુએ છે. દાંત સાફ કરે છે, સ્નાન કરે છે, સુગંધિત તેલ લગાવે છે, વગેરે આવશ્યક કાર્યો કરે છે. ત્યારપછી રાજસભામાં અથવા તે દેવકુળમાં જાય છે. તેમનું મુખ ધવું વગેરે કામ લૌકિક-દ્રવ્ય આવશ્યક છે. ચરક, ચીરિક વગેરે પાખં. ડીઓ વડે જે ઈન્દ્ર, સ્કન્દ, રૂદ્ર, શિવ, વૈશ્રવણ દેવ, નાગ અને યક્ષો વગેરેની મૂર્તિઓનું ચંદનથી અભિષેક કરાવ્યા બાદ વસ્ત્રથી મૂર્તિને પાણીને લૂંછવું, મંદિરમાં કે તે મૂર્તિઓ ઉપર ગુલાબજળનું સિંચન વગેરે કરવું આ બધું કુખાવચનિક દ્રવ્યાવશ્યક છે. આ પ્રમાણે નામ, સ્થાપના અને દ્રવ્યના ભેદથી આ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૫૦