Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રવચનના અર્થને ઉપદેશ કરવામાં અચેતન હોવા બદલ સંપૂર્ણપણે અસમર્થ ? છે. કારણ કે કર્મોની નિર્જરાના હેતુ તે વિનય વગેરે તપેજ માનવામાં આવ્યા છે. પ્રતિમા વિનય વગેરે તપ સ્વરૂપ નથી, એટલા માટે પ્રતિમામાં સમ્યકત્વની ઉત્પત્તિમાં કારણતા કેઈ પણ રીતે સંભવી શકે તેમ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં સદૂગુરૂના ઉપદેશને સમ્યકત્વને પ્રતિ કારણ બતાવતાં સિદ્ધાન્તકાર કહે છે–
तहियाणं तु भावाणं, सब्भावे उवएसणं । भावेणं सद्दहंतस्स, सम्मत्तं त वियाहिय ॥ इति ॥
જીવ અને અજીવ વગેરે પદાર્થોનું જે યથાવસ્થિત સ્વરૂપ સદ્દગુરૂએ પ્રકટ કર્યું છે તેનું તે રૂપથી અંત:કરણથી શ્રદ્ધા ન કરનારા પ્રાણીના દર્શન મેહ નીય કર્મના ક્ષય કે પશમથી જે રૂચિ ઉત્પન્ન થાય છે, તેનું નામ જ સમ્યગુદર્શન છે, આમ તીર્થંકર પ્રભુએ કહ્યું છે. જે સમ્યકત્વની પ્રાપ્તિમાં કમિત રૂપે હોત તે સ્થાનાંગ-સૂત્રમાં જે “રોfહું ટાળહં કાચા દેવસ્ટિક ઘi અમે ના વળાઆ પ્રમાણે કહ્યું છે, ત્યાં જે સમ્યકત્વના લાભમાં પ્રતિમા પણ નિમિત્ત થઈ શકત તે તેને નિમિત્ત રૂપે થવા બદલ બે સ્થાનોની જગ્યાએ સમ્યકત્વની પ્રાપ્તિમાં ત્રણ સ્થાનનું કથન સૂત્રકારે કરવું જોઈતું હતું, પણ ત્યાં તે બે સ્થાને સિવાય ત્રીજા સ્થાનનું કથન થયું જ નથી. એથી આ સિદ્ધાન્તની ખાત્રી થાય છે કે સમ્યકત્વના લાભમાં પ્રતિમા નિમિત્ત નથી. છતાં યે પ્રાણાતિપાત વડે સાધ્ય પ્રતિમા પૂજનને અજ્ઞાનની નિદ્રામાં પડેલી વ્યક્તિઓ સમ્યકત્વની શુદ્ધિનું કારણ બતાવતી પિતાની દુરવસ્થા-તરફ સહેજ પણ જોતી નથી, તે એક બહુ નવાઈ જેવી વાત છે. જુઓ પ્રાણાતિપાતને સ્થાનાંગસૂત્રમાં દુર્ગતિનું જ કારણ બતાવવામાં આવ્યું છે-(
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૬૮