Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખરડાયેલું વસ્ત્ર લેહીવડે સાફ કરવાથી મલિન થઈ જાય છે તેમજ ષકાયની વિરાધના સાધ્ય આ પ્રતિમાપૂજનમાં તલ્લીન થયેલે જીવ પણ જ્ઞાનાવરણીય દર્શન મેહનીય કર્મની વૃદ્ધિ કરતો કરતો વધારે વધારે મલિન થતો જાય છે. તે કઈ પણ સમયે એમની વૃદ્ધિમાં સમ્યક્ત્વ અને કેવલિપ્રજ્ઞસ ધર્મને મેળવી શકનાર થઈ શકતું નથી. એટલા માટે કર્મોને ક્ષય કરવાની આશાથી પ્રતિમા પૂજનમાં તદલીન માણસ પોતાના કર્મોને આ કાર્ય ( પ્રતિમાપૂજન) થી ક્ષય કરવા માંગે છે તે ફકત દુરાશા માત્ર છે. જ્યારે આ કાર્યથી જીવ સમ્યક્ત્વ અને કેવલિપ્રજ્ઞસ ધર્મના લાભથી પણ સદા દૂર રહે છે, ત્યારે તેનાથી કમ ક્ષયની આશા રાખવી તે બેટી કલ્પના માત્ર જ છે. સમ્યકત્વ જીવને ક્ષપશમિક ભાવ છે. હવે ન તે પ્રતિમા ક્ષપશમ સ્વરૂપ છે અને ન તે ક્ષપશમમાં કારણ રૂપે છે. કેમકે એનાથી જ્ઞાનાવરણીય અને દર્શન મેહનીય કર્મની નિજ રા થઈ શકે તેમ નથી. કર્મોના એકદેશને ક્ષય થવે તે નિર્જરા પ્રત્યે કારણતા તે તપમાં બતાવવામાં આવી છે, જુઓ ઉત્તરાધ્યયન સૂત્રમાં એ જ વાત સ્પષ્ટ કરી છે
મોટી સંવિ મં તારા નિરિકનડુ” કરોડે ભમાં સંચિત કર્મોની નિર્જરા જીવ તપથી કરી નાંખે છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ “તારા નિર્ચા ” આ સૂત્રવડે એ જ વાત કહેવામાં આવી છે કે તપથી નિર્જરા તેમજ સંવર બંને થાય છે. “સૂત્રમાં આવેલ “ર” શબ્દથી સંવરનું ગ્રહણ કરવામાં આવ્યું છે.
ભાવાર્થ-આને આ પ્રમાણે છે કે, પાંચ સમિતિ, ૩ ગુણિ, ૧૦ યતિધર્મ, ૧૨ અનુપ્રેક્ષા, ૨૨ પરીષહને જીતવા અને ૫ પ્રકારના ચારિત્રનું પાલન કરવું? આ બધા થી સંવર થાય છે. અને તપથી સંવર અને નિરા બંને થાય છે. સ્થાનાંગસૂત્રમાં સમ્યગ્દર્શન બે પ્રકારનું બતાવવામાં આવ્યું
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૧૬૬