Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે. ૧ નિસગ અને ૨ અભિગમ. સદ્ગુરુના ઉપદેશથી નહિ પણ જીવાને સ્વભાવથી જ જે સમ્યગ્દર્શન થાય છે તે નિસગ સમ્યગ્દર્શન છે. સદ્ગુરુના ઉપદેશથી જે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તે અભિગમ સમ્યગ્દર્શન છે. નિસર્ગ અને અભિગમમાં અંતરગ કારણ દનમાહનીય કર્માંના ક્ષયે પશમ વગેરે સમાન જ છે, પણ એના હાવા છતાંય જીવને જે સદ્ગુરુના ઉપદેશથી મળે છે તે અભિગમ અને જે એના વગર મળે તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. કેટલીક વ્યક્તિએ અભિગમ શબ્દને અર્થ નિમિત્ત પરક પણ કરે છે અનેતે નિમિત્ત પ્રતિમા વગેરે છે ” એવું માને છે, પણ આવું કથન તેમના ફક્ત માહ કર્માંના જ વિલાસ છે. કેમકે અભિગમ સમ્યગ્દર્શનમાં પ્રતિમા રૂપ નિમિત્તકતા સંભવિત થઈ શકે તેમ નથી. ત્યાં તે શ્રવણ વગેરેથી દર્શનમેાહનીય કર્મના ક્ષાપશમના કારણરૂપ સદ્ગુણના ઉપદેશનું જ અભિગમ શબ્દથી ગ્રહણ થયુ' છે. જો સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં તે કારણ હૈ।ત તે તેનુ ગ્રહણુ નિમિત્ત રૂપથી થાત પણ આવું થતું નથી, કેમકે તે અચેતન છે. તેનાથી પ્રવચનના અર્થના ઉપદેશ થઇ શકતા નથી. પ્રવચનના અના ઉપદેશ સાંભળ્યા વિના શ્રોતાઓને પ્રવચનનું અજ્ઞાન કેવી રીતે થઈ શકે? અર્થજ્ઞાન વગર કર્મની નિર્જરા પણ થઇ શકતી નથી. નિર્જરા વિના દર્શનમાહનીય કર્માંના ક્ષય ઉપશમ વગેરે રૂપ સમ્યકૃત્વની ઉત્પત્તિ સ`ભવિત નથી, એટલા માટે અભિગમ સમ્યગ્દર્શનમાં સદ્ગુરુના ઉપદેશ જ નિમિત્તરૂપે માનવામાં આવ્યે છે. અને તે શબ્દથો તેનું જ ગ્રહણ થયું છે, પ્રતિમાનું નહિ. આનું જ સ્પષ્ટીકરણ " सम्यक्त्वं हि तत्त्वार्थ श्रद्धानरूप तच्च प्रवचनार्थ ज्ञानादेव, प्रवचनार्थ' ज्ञान निर्जरामूलक' निर्जरा च विनयवैयावृत्त्यस्वाध्यायरूपतपोविशेषेभ्यः, तत्र च સત્તુરેશ જારળ' નતુ પ્રતિમા ” આને અથ આ પ્રમાણે છે, કે તે તત્ત્વાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યકૃત્વ છે. તે શ્રદ્ધાન પ્રવચના અજ્ઞાનનું મૂળ કારણ નિર્જરા જ માનવામાં આવે છે. પેાતાના પ્રતિપક્ષી કર્મોની નિરા થયા વગર તત્ત્વજ્ઞાન થઈ જ શકતું નથી. વિનય, વૈયાનૃત્ય, સ્વાધ્યાય રૂપ તપ વિશેષ નિર્જરાના કારણ છે. તપની આરાધનામાં સદૃગુરુને ઉપદેશ કારણ છે. આ રીતે પરપરા સંબંધથી અભિગમ સમ્યગ્દર્શનમાં સદ્ગુરુના ઉપદેશ જ નિમિત્ત રૂપમાં ગૃહીત થયે છે. નહિ કે પ્રતિમા, કેમકે તે સદૂગુરુના ઉપદેશની જેમ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
2
૧૬૭