Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મ આચરવાં વગેરે વિધિપૂર્વક જે ષદ્વિધ આવશ્યક કરવારૂપ કિયાઓ છે તેઓ સર્વે “શિરિચાં સાતમો ન હો” આ નિયમ મુજબ આગમ નથી. એટલા માટે એમનામાં આગમના એકદેશ અભાવની અપેક્ષાથી ને આગમતા છે. અહીં પણ ને શબ્દ સંપૂર્ણ રૂપથી આગમનો પ્રતિષેધ ફરક નથી પણ તેના એકદેશને જ પ્રતિષેધક છે. એટલા માટે સામાયિક વગેરે આ ષવિધ આવ
કે ન આગમની અપેક્ષા એ લેકોત્તરિક ભાવ આવશ્યક છે અને જિનેન્દ્ર દેવે એમની આરાધના કરવાની જ ભવ્ય જીને આજ્ઞા કરી છે. કેમકે આ બધા ધર્મપદના વાચ્ય છે. એમની આરાધનાથી ભવ્ય જીના કર્મોની નિર્જરા થાય છે. બીજાઓએ પણ આ રીતે ધર્મનું લક્ષણ બતાવ્યું છે
वाचनादविरुद्धाद्यदनुष्ठान यथोदितम् ।
मैञ्यादि भावसमि तद्धम इति कीर्त्यते ।। અવિરુદ્ધ આગમથી યાદિત અને મૈત્રી વગેરે ભાવનાઓથી મિશ્રિત જે અનુષ્ઠાન છે તે ધર્મ છે. સ્પષ્ટાર્થ–વચન શબ્દનો અર્થ આગમ છે. આગમમાં અવિરુદ્ધતા, કષ, તાપ અને છેદ વડે પરીક્ષિત થયા પછી જ આવે છે. જેમ સોનાની પરીક્ષા કષ-કસોટી ઉપર કસવાથી તાપ અગ્નિ ઉપર તપાવવાથી અને છેદ-છીણી વગેરેથી કાપવાથી થાય છે, તેમજ આગમની શુદ્ધિની પરીક્ષા પણ આ ત્રણે ઉપાયે વડે કરવામાં આવે છે. વિધિ અને પ્રતિષેધનું મોટા પ્રમાણમાં જે શાસ્ત્રમાં વર્ણન છે, તે શાસ્ત્ર કષથી શુદ્ધ કહેવાય છે. ડગલે ને પગલે જે શાસ્ત્રમાં એમના યોગ અને ક્ષેમકરિ ક્રિયાઓનું કથન કરવામાં આવ્યું છે તે શાસ્ત્ર છેદથી શુદ્ધ માનવામાં આવે છે. વિધિ અને પ્રતિષેધ તેમજ એમના વિષયભૂત જીવ વગેરે પદાર્થોને સ્યાદવાદના રૂપથી જયાં યથાર્થ વર્ણન કરવામાં આવે છે, સપ્તભંગી વડે જ્યાં સુંદર શૈલીમાં એમનું વિવેચન કરવામાં આવે છે, તે શાસ્ત્ર તપ ઉપાયવડે શુદ્ધ માનવામાં આવે છે. આ ત્રણે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૫૯