Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जखसिरी, सुकुमार जाव तेसिणं माहणाणं इट्ठाओ५ विपुले मा०जाव विहरंति) આ ત્રણે બ્રાહ્મણોને ત્રણ સ્ત્રીઓ હતી. તેમના નામે આ પ્રમાણે છે. નાગશ્રી, ભૂતશ્રી, અને યક્ષશ્રી. તેઓ ત્રણે સુકેમળ હાથ અને પગવાળી હતી અને બધાં અંગે તેમનાં સુદર હતાં. ત્રણે બ્રાહ્મણે તેમની સાથે મનુષ્ય ભવના કામભોગ ભોગવતાં સુખેથી રહેતા હતા. __(तएणं तेसिं माहणाणं अन्नया कयाई एगयो समुवागयाणं जाव इमेयारूवे मिहो कहासमुल्लावे समुप्पज्जित्था)
એક દિવસની વાત છે કે તેઓ ત્રણે ભાઈ એક સ્થાને બેઠા હતા ત્યારે તેઓ પરસ્પર આ જાતને વિચાર કરવા લાગ્યા કે—
( एवं खलु देवाणुप्पिया ! अम्हं इमे विउले धणे जाव सावतेज्जे अलाहि जाव आसत्तमाओ कुलवंसोओ पकामं दाउं पकामं भोत्तुं पकामं परिभाएउं तं सेयं खलु अम्हं देवाणुप्पिया! अन्नमन्नस्स गिहेसु कल्लाकल्लिं विउलं असणं पाणं खाइम साइमं उवक्खडाविउं)
હે દેવાનુપ્રિયે! આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં ગણિમ, ધરિમ, મેય, અને પરિચ્છેદ્ય રૂપ ચારે જાતનું ધન છે. યાવત્ પદ્મરાગ વગેરે રૂપ સ્વાપત્ય પણ છે. કનક સુવર્ણ, રત્ન, મણિ, મોતી, વગેરે બધું છે-અને જે કંઈ છે તે એટલું બધું છે કે સાત પેઢી સુધી પણ જે પુષ્કળ પ્રમાણમાં દાન કરવામાં આવે છતાં તે ખૂટશે નહિ. એથી અમને એ યંગ્ય લાગે છે કે અમે બધા દરરોજ એકબીજાને ઘેર અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર જાતના આહારે પુષ્કળ પ્રમાણમાં બનાવડાવીએ અને (૩વર્તાવિ પરિમંકમાdi વિરિત્તા) બનાવડાવીને જમીએ. (લગ્નમંત્રણ રૂમડું ઘટતુતિ) આ રીતે બધાએ એકમત થઈને વાત સ્વીકારી લીધી.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩