Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અતીવકુશળ છે. દરેકે દરેક જીવે નો આ હીતકારી છે. અનવદ્ય છે, એમાં દરેકે દરેક જીવ વગેરે પદાર્થનું વિવેચન બહુજ સૂક્ષમતા પૂર્વક કરવામાં આવ્યું છે એથી આ મહાર્થ છે. આને પ્રભાવ પણ અદ્વિતીય છે, આની છત્રછાયામાં આવવાથી દરેક ભવ્યજીવ આત્મકલ્યાણ વિષયક પિતાની અંતિમ લવની સિદ્ધિ પ્રાતકરી લે છે. આમાં પ્રતિપાદિત તત્વ સામાન્ય લોકો જાણી શકતા નથી. દ્રવ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક નયરૂપ બે દૃષ્ટિએ જેની પાસે છે. તેઓ જ આમાં પ્રતિપાદિત વિષયને સારી પેઠે સમજી શકે છે. સર્વજ્ઞ ભગવાને આમાં જે કંઈ કહ્યું છે તે બધુ આ પૂર્વોકત બંને દૃષ્ટિએ ને પિતાની સામે રાખીને જ કહ્યું છે. જે એક-દૃષ્ટિને જ પ્રધાન સમજીને તેના તત્વને જાણવાની ચેષ્ટા કરવામાં આવે છે તે પ્રતિપાદ્ય વિષય યથાવત્ સમજી શકાય જ નહિ. તેમજ
આ જાતની પ્રરૂપણ અન્યથા પણ માલુમ થવા માંડે છે એથી બીજી દષ્ટિને પિતાની સામે રાખીને જ વિચાર કરીએ તે વિષય સરસ રીતે સમજી શકાય તેમ છે. આ પ્રોજનથી જ આને “નિપુણજન-વેધ કહેવામાં આવે છે તેમજ આમાં જે દરેક પદાર્થને ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય આત્મક કહેવામાં આવ્યું છે તે પણ દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાથી જ કહેવામાં આવ્યું છે. દુષ્યની અપેક્ષાથી દરેક જીવ વગેરે પદાર્થ પ્રૌવ્યરૂપ છે. અને પર્યાયની અપેક્ષાથી ઉત્પાદ વ્યયરૂપ છે. એટલા માટે પણ જિન પ્રતિપાદિત આગામરૂપ આજ્ઞા પિતે દ્રવ્ય અને પર્યાયના પ્રપંચ (વિસ્તાર) વાળી છે. અથવા તો જીવ વગેરે બધા ૬ દ્રવ્યના ત્રિકાલ વર્મા સમસ્ત પર્યાયે આમાં પ્રતિપાદિત થયા છે, અથવા કઈ પણ દ્રવ્ય કેઈ પણ દિવસે પર્યાય રહિત થઈ શકતું નથી. સ્વભાવ પર્યાય અને વ્યંજન પર્યા, વિભાવ પર્યાય અને અર્થ પર્યાયે દરેક ક્ષણમાં બધા દ્રામાં થતી રહે છે. ઈત્યાદિ રૂપથી દ્રવ્ય અને પર્યાયોનું પ્રતિપાદન આ આજ્ઞામાં ભગવાને બતાવ્યું છે. આ અપેક્ષાથી પણ આ દ્રવ્ય અને પર્યાયના પ્રપંચ (વિસ્તાર) વાળી માનવામાં આવી છે. તેમજ આ અનાદિ અનંત છે. કેઈ દિવસ આજ્ઞાની આદિ થઈ નથી અને કેઈ પણ દિવસે આને વિનાશ થશે નહિ. નંદીસૂત્રમાં પણ પ્રવચનની અનાદિ અનંતતાને લગતી ( ટુરે ફાં સુવાઢiાં અગિરિ ન ચારૂનાની) એ જ વાત કહેવામાં આવી છે. એ કઈ પણ કાળ હતો નહિ કે તે કાળે આ દ્વાદશાંગ રૂ૫ ગણિપિટકનો સદભાવ હતો નહિ. આ રીતે આ આગમની મહત્તા અથવા તે એના મહા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૩૭