Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અને ત્યાં જઈને તમે પુત્રો સહિત પાંડુરાજને, યુધિષ્ઠિરને, ભીમસેનને, અર્જુન નને, નકુલને, સહદેવને, સે ભાઈઓ સહિત દુર્યોધનને, ગાંગેય ભીષ્મ પિતામહને, વિદુરને, દ્રોણને, જયદ્રથને, શકુનિને, કૃપાચાર્યને અને દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને સૌ પહેલાં કરબદ્ધ થઈને–અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કરજે અને “જય વિજય ” શબ્દોથી તેઓને અભિન દિત કરો. ત્યારપછી તમે તેમને આ પ્રમાણે વિનંતી કરજો કે કાંપિલ્યપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર થવાનું છે એથી હે દેવાનુપ્રિયે ! આપ સૌ દ્રુપદ રાજા ઉપર મહેરબાની કરીને સત્વરે કાંપિલ્ય નગરમાં પધારે. (तपणं से दूए एवं वयासी-जहा वासुदेवे नवरं भेरी नस्थि जाव जेणेव कंपिल्लपुरे नयरे तेणेव पहारेत्य गमणाए २ एएणेव कमेणं तच्चं दूयं चंपानयरिं तत्थ णं तुमं कण्ण अंगराय सेल्लन दिराय करयल तहेव जाव समोसरह चउत्थ दय सुत्तिमई नयरिं तस्थण तुम सिसुपाल' दमधोससुयं पंचभाइसयसपવિવું ઢ તવ જ્ઞાવ સમોસરહ) ત્યાર પછી દૂત પિતાના રાજાની આજ્ઞા પ્રમાણે ત્યાંથી હસ્તિનાપુર તરફ રવાના થઈ ગયા ત્યાં પહોંચીને તેણે પાંડ રાજા વગેરે રાજાઓને નમ્રપણે આ રીતે વિનંતિ કરી કે-કપિલ્યપુરમાં દ્રૌપદીને સ્વયંવર થશે તે આપ સૌ કૃપા કરીને સત્વરે ત્યાં પધારે. આ રીતે સમાચાર આપીને તે દૂત પાંડુરાજ વગેરેથી સન્માન પામીને ત્યાંથી પાછા ફર્યો. પાંડુરાજ વગેરે બધાએ પણ નાન વગેરેથી પરવારીને તેમજ સર્વ લંકારોથી સુસજજ થઈને હાથીઓ ઉપર સવાર થયા અને પિતા પોતાની ચતરંગિણી સેના તેમજ ઋદ્ધિની સાથે યાવત જે તરફ કાંપિલ્યપુર નગર હતું તે તરફ રવાના થયા. આ પ્રમાણે કૃષ્ણ-વાસુદેવની જેમજ અહીં પણ વર્ણન સમજી લેવું જોઈએ. કૃષ્ણ-વાસુદેવને પાઠમાં પાંડુરાજ કરતાં એટલી વિશેષતા હતી કે તેઓ જ્યારે દ્વારાવતી નગરીની બહાર નીકળ્યા ત્યારે તેમની સાથે લેરી પણ હતી, પાંડુરાજની સાથે ભેરી ન હતી આ પ્રમાણે કુપદ રાજાએ ત્રીજા દૂતને બેલા અને તેને પણ આ રીતે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૧૫